કોરોના મહામારીની બીજી લહેર વધુ તીવ્ર બનતા દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવું પડ્યું હતું. ત્યારે હવે દિલ્હી સરકાર ધીરે ધીરે અનલોક કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓડ-ઈવન ફોર્મ્યુલાથી બજાર ખુલશે તેવી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત સાથે જ હવે કોરોનાની સ્થિતિ ઘણી કંટ્રોલમાં આવી ગઈ છે તેમ કહ્યું હતું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, સોમવારે 5:00 વાગ્યા સુધી લોકડાઉન અમલી રહેશે પરંતુ અનેક છૂટછાટો આપવામાં આવી રહી છે. દિલ્હીમાં ઓડ-ઈવન ફોર્મ્યુલાથી બજાર અને મોલ ખોલવામાં આવ્યા છે. સરકારી કાર્યાલયોમાં ગ્રુપ-એના 100 ટકા ઓફિસર કામ કરશે. પ્રાઈવેટ ઓફિસ 50 ટકા મેન પાવર સાથે ખુલી શકશે. સ્ટેન્ડ અલોન શોપ દરરોજ ખુલશે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે, બાળકો માટે કેટલા આઈસીયુ બેડની જરૂર પડશે તેની ગણતરી પણ કરવામાં આવી રહી છે. આગામી લહેર વખતે ઓક્સિજનની તંગીનો સામનો ન કરવો પડે તે માટે 420 ટન ઓક્સિજનના સ્ટોરેજ માટે તૈયારી કરવામાં આવી રહી છે. સાથે જ 150 ટન ઓક્સિજનના પ્રોડક્શન માટે પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવશે જેમાં 18 મહિનાનો સમય લાગશે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હી મેટ્રો 50 ટકા ક્ષમતા સાથે શરૂ થશે જ્યારે આગામી સપ્તાહે કોરોનાની સ્થિતિ જોઈને તે પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે. વધુમાં જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે 6 કલાક સુધી બેઠક યોજી હતી. ત્રીજી લહેરમાં કોરોનાના કેસ પ્રતિદિન 37,000 સુધીની પીક માનીને તૈયારી કરીશું. બેડ, ઓક્સિજન, દવા અને આઈસીયુની કેટલી જરૂર પડશે તેની ગણતરી કરવામાં આવી રહી છે.
25 ઓક્સિજન ટેન્કર ખરીદવામાં આવશે અને નાના-નાના 64 ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે. ઓક્સિજન સિલિન્ડરની જરૂરીયાતની પણ ગણતરી થઈ રહી છે. કોરોના સંક્રમિતોને દવા માટે સૂચન આપે તેવા ડૉક્ટર્સની ટીમ બનાવાશે અને એક્સપાયરી પ્રમાણે દવાઓનો સ્ટોક તૈયાર થઈ રહ્યો છે. તે સિવાય 2 જીનોમ લેબ પણ બનાવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…