Abhayam News
Abhayam

જાણો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શું કરી મોટી જાહેરાત ?…

દિલ્હી સરકારે ઓટો રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને પ્રતિ મહિને રુ.5000 ની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે.

  • દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય
  • રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને દર મહિને 5000 રુપિયા આપવાની જાહેરાત 
  •  72 લાખ ગરીબોને બે મહિનાનું મફત રેશન પણ મળશે 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે લોકડાઉનથી આર્થિક રીતે નબળા પડી રહેલા લોકોને અમે મદદ આપી છે. તેથી આવા લોકોનું ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે.

72 લાખ ગરીબોને બે મહિનાનું મફત રેશનની પણ જાહેરાત 

દિલ્હી સરકાર 72 લાખ રેશન કાર્ડધારકોને બે મહિનાનું મફત રેશન આપશે. તેમણે કહ્યું કે 1.65 લાખ રિક્ષા ડ્રાઈવરો અને ટેક્સી ચાલકોને 5000 ની આર્થિક સહાય આપવામાં આવશે.કેજરીવાલે જણાવ્યું કે લોકડાઉન દરમિયાન ગરીબોને સૌથી વધારે આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે.તેથી તેમનો ખ્યાલ રાખવાનું સરકારે નક્કી કર્યું છે. 

બે મહિનાના મફત અનાજ આપવાનો અર્થ બે મહિનાનું લોકડાઉન એવો નથી

સીએમ કેજરીવાલે જણાવ્યું કે બે મહિનાના મફત અનાજ આપવાનો અર્થ બે મહિનાનું લોકડાઉન એવો નથી. આ તો નાણાકીય તંગી વેઠી રહેલા ગરીબોને સહાય કરવા માટે છે. તેમણે કહ્યું કે કોરોનાનો ફેલાવો અટકાવવા માટે લોકડાઉન જરુરી છે. પરંતુ લોકડાઉનને કારણે આર્થિક તંગી પણ સર્જાય છે.

દિલ્હી સરકારે બાંધકામ મજૂરોને 5000 ની રોકડ સહાય આપી છે
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ દિલ્હી સરકારે બાંધકામ મજૂરોને 5000 ની રોકડ સહાય આપવાની જાહેરાત કરી હતી. એક નિવેદન જારી કરીને દિલ્હી સરકારે જણાવ્યું હતું કે કુલ 2,10,684 બાંધકામ મજૂરોને 5000 ની સહાય આપવામાં આવશે. (સોર્સ :- VTV)

Related posts

સચિન ગેસ કાંડમાં વધુ ચારની ધરપકડ, મુંબઇની હાઇકેલ કંપનીના ત્રણ અધિકારી ઝડપાયા…

Abhayam

તથ્ય પટેલને દિવાળી જેલમાં જ કરવી પડશે

Vivek Radadiya

સુરતના કોસંબામાં વ્યાજખોરોના ત્રાસનો ભોગ બન્યો વધુ એક વેપારી યુવક

Vivek Radadiya