Abhayam News
AbhayamNews

સચિન ગેસ કાંડમાં વધુ ચારની ધરપકડ, મુંબઇની હાઇકેલ કંપનીના ત્રણ અધિકારી ઝડપાયા…

સુરતના સચિન જીઆઇડીસીમાં છ નિર્દોષ કામદારોના મોત માટે જવાબદાર તમામ વિરૂધ્ધ સુરત પોલીસ ગાળિયો કસી રહી છે.

ગઇ મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના એક મિલના માલિક સહિત મુંબઇનીહાઇકેલ કંપનીના ત્રણ ઉચ્ચ અધિકારીઓની સત્તાવાર ધરપકડ કરી છે.

તેમની પૂછપરછમાં ઝેરી કેમિકલ વેસ્ટ મુંબઇ તળોજાની ફાર્મા ક્ષેત્રની હાઇકેલ નામની કંપનીમાંથી વાયા અંકલેશ્વર થઇ સચિન જીઆઇડીસીમાં લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

આથી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાઇકેલ કંપનીના ત્રણ ઉચ્ચ અધિકારીઓને પુછપરછ માટે સુરત તેડાવ્યા હતા અને તેમની પુછપરછ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે હાઇકેલ કંપનીમાંથી કબજે કરેલા મહત્વના દસ્તાવેજોના આધારે તેમની ઉલટતપાસ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન જીઆઇડીસીની અવવારૂ ખાડીમાં ઝેરી કેમિકલનો જથ્થો ગેરકાયદેસર રીતે નિકાલ કરવા જતા સર્જાયેલી દુર્ઘટનામાં છ નિર્દોષ મજુરોના મોત થયા છે.

સચિનની  વિશ્વા પ્રેમ મીલના 6 કારીગરોના મોત અને 29 ને ગંભીર અસર થવાના પ્રકરણમાં સાપરાધ મનુષ્યવધ અને એન્વાયરોમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં સુરત ક્રાઇમ બ્રાંચે સચિન વિસ્તારના સ્થાનિક ટ્રાન્સપોર્ટર ઉપરાંત ભરૂચ અને વડોદરામાં દરોડા પાડી ચારની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલના તબક્કે હાઇકેલ કંપનીમાં સસ્ટેનીબીલીટી એન્ડ કોર્પોરેટ ઈએચએસ હેડ મનસુખભાઈ ગોકળભાઈ પટેલ, હાઇકેલ કંપનીમાં સપ્લાય ચેઇન વિભાગમાં જનરલ મેનેજર અભય સુરેશ દાંડેકર, હાઇકેલ કંપનીમાં ક્રોપ પ્રોટેક્શન ડિવઝનના ઈએચએસ હેડ મછીન્દ્રનાથ મુરલીધર ગોર્હે, બજરંગ ઇન્ડસ્ટ્રીઝ મિલના માલિક રમણભાઇ ભલાભાઇ બારીયાની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ તમામને આજે પોલીસ કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ લેનાર છે.

અમે કાયદેસર કેમિકલ વેસ્ટ વેચ્યું છે તેવું અત્યાર સુધી રટણ કરતા કંપનીના કર્મચારીઓએ ઉલટતપાસમાં ગુનો કબુલતા ક્રાઈમ બ્રાન્ચે મોડીરાત્રે કંપનીના ત્રણ કર્મચારી ઉપરાંત આ પ્રકરણમાં બજરંગ ઇન્ડસ્ટ્રીઝ  મિલના માલિકની ભૂમિકા પણ બહાર આવતા તેની એમ કુલ ચારની ધરપકડ કરી છે.

તમામના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમના રિપોર્ટના આધારે આગળ કાર્યવાહી કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કૃષિમંત્રી રાઘવજી પટેલની પત્રકાર પરિષદ કરી જાહેરાત

Vivek Radadiya

વાઈબ્રન્ટ સમિટમાં ગિફ્ટ સિટીને લઈને મોટી જાહેરાતો થઈ શકે છે

Vivek Radadiya

માત્ર 2 કલાક દાખલ રહેવા પર મળશે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ!

Vivek Radadiya