તથ્ય પટેલને દિવાળી જેલમાં જ કરવી પડશે તથ્ય પટેલને દિવાળી જેલમાં જ કરવાનો વારો આવ્યો છે. ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાં આજે નિર્ણય નથી લેવાયો. નિયમિત જામીન પર મુક્ત કરવા તથ્ય પટેલે હાઇકોર્ટમાં માગણી કરી હતી. જો કે હવે આ કેસમાં આગામી 1 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે.
તથ્ય પટેલને દિવાળી જેલમાં જ કરવાનો વારો આવ્યો છે. ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાં આજે નિર્ણય નથી લેવાયો. નિયમિત જામીન પર મુક્ત કરવા તથ્ય પટેલે હાઇકોર્ટમાં માગણી કરી હતી. જો કે હવે આ કેસમાં આગામી 1 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે.
તથ્ય પટેલને દિવાળી જેલમાં જ કરવી પડશે
ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આજે આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ જેલમાં જ છે. ત્યારે નિયમિત જામીન પર મુક્ત કરવા માટે તથ્ય પટેલ દ્વારા વકીલ દ્વારા હાઇકોર્ટમાં માગણી કરવામાં આવી હતી. જેમાં કેસની ચાર્જશીટ દાખલ થયા બાદ યોગ્ય શરતો પર જામીનમુક્ત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
મૃતકના પરિવારજનોએ પણ હાઇકોર્ટમાં કરી છે અરજી
જો કે બીજી તરફ તથ્ય પટેલની જામીન અરજીનો વિરોધ કરવા મૃતકના પરિવારજનોએ પણ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં આજે તથ્ય પટેલની જામીન અરજી પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાઇકોર્ટે હાલના તબક્કે સરકાર અને તપાસ સંસ્થાને નોટિસ પણ જાહેર કરી નથી. ત્યારે હવે 1 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
પિતા-પુત્ર દિવાળી સાથે નહીં કરી શકે
પિતા પ્રજ્ઞેશ પટેલ અને પુત્ર તથ્ય પટેલ આ વર્ષે દિવાળી સાથે મનાવી નહીં શકે. થોડા દિવસ અગાઉ આજ કેસના આરોપી અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે પણ ગુજરાત હાઇકોર્ટમાં પોતાની જામીન અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે તેમના શરતી જામીન મંજૂર પણ કરી દીધા છે. ત્યારે તથ્ય પટેલના પિતા તો હવે દિવાળી જેલની બહાર મનાવશે અને તથ્ય પટેલને દિવાળી જેલમાં જ કરવી પડશે.
ક્યારે બની હતી અકસ્માતની ઘટના ?
મહત્વનું છે કે 20 જુલાઈની મોડી રાત્રે અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ ઉપર એક નાનો અકસ્માત થયો હતો. જેના કારણે ત્યાં એક ટોળું ત્યાં એકઠું થયુ હતું. એવામાં જ અચાનક 140 થી વધુની સ્પીડે દોડતી એક લક્ઝુરિયસ કાર ત્યાં આવી હતી અને અનેક લોકોને ઉછાળ્યા હતા. આ ઘટનામાં નવથી વધુ લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ એક નવયુવાન અને તેની સાથે કારમાં સવાર પાંચ લોકો બહાર આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
[…] તથ્ય પટેલને દિવાળી જેલમાં જ કરવી પડશે […]
Comments are closed.