રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. દિવાળી પછીથી કોરોનાના એક્ટીવ કેસની સંખ્યામાં વધારો થયો છે. તો બીજી તરફ રાજ્યમાં દિવાળીના વેકેશન બાદ ધોરણ 1થી 5ની શાળાઓ પણ ઓફલાઈન શરૂ કરવામાં આવી હતી. એટલે હાલ ધોરણ 1થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ થઇ ચૂક્યું છે.
તેવામાં હવે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા હોવા કારણે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજ્યમાં ઓમીક્રોન વેરિયન્ટના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે.
ગુજરાતની શાળાઓમાં અત્ય સુધીમાં 33 કરતા વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હોવાના કારણે કોરોનાની અસર હવે વિદ્યાર્થીઓના અભ્યાસ અને શાળા પર પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.
મહત્ત્વની વાત છે કે, શાળાઓમાં અભ્યાસ ક્રમ પૂર્ણ કરી શકાય તે હેતુ માટે ધોરણ 10 અને 12 બોર્ડની સાથે ધોરણ 9 અને 11ની પરીક્ષા પણ બે અઠવાડિયા જેટલો સમય પાછળ લઇ જવામાં આવી છે.
ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલે યોજાવાની હતી પણ હવે આ નિર્ણયના કારણે આ પરીક્ષા 21 એપ્રિલના રોજ યોજવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચના રોજ યોજવાની હતી પણ હવે તે પરીક્ષા 28 માર્ચના રોજ પણ યોજવામાં આવશે.
, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની સાથે-સાથે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા પણ બે અઠવાડિયા પાછળ લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં લેવાનારી બીજી પ્રીલીમરી પરીક્ષા અને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની સાથે 9 અને 11 ધોરણની વાર્ષિક પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધોરણ 12નું શૈક્ષણિક કાર્ય 15-07-2021થી શરૂ થયું હતું અને ધોરણ 9 અને 11નું શૈક્ષણિક કાર્ય 26-07-2021થી શરૂ થયું હતું.
શૈક્ષણિક કાર્ય મોડું શરૂ થયું હોવાના કારણે અભ્યાસક્રમ હેતુથી પરીક્ષા બે અઠવાડિયા પાછળ લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં ધોરણ 9થી 12માં અંદાજીત 32 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ નિર્ણયથી આ તમામ વિદ્યાર્થીઓને લાભ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
1 comment
Comments are closed.