Abhayam News
AbhayamNews

સી.આર .પાટિલનું 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન.

ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલયે ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં વિવિધ વિષયો પર પક્ષના દિગ્ગજ નેતાઓની હાજરીમાં મંથન કરવામાં આવેલ.

આ બેઠક બાદ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે બેઠકમાં સરકાર અને પક્ષ દ્વારા કોરોનામાં કરાયેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વાવાઝોડા રાહત અંગે કેન્દ્ર સરકારના પેકેજ અંગે પણ ચર્ચા કરાઇ હતી. 

ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ
બેઠક બાદ બોલ્યાં સી.આર.પાટીલ
“કોંગ્રેસ પાયા વગરની વાતો કરી રહી છે”

તો તેમજ તેમને કહ્યું કે સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો કોઇ અભાવ નથી. સરકાર અને સંગઠન પ્રામાણિકતાથી કામ કરી રહ્યાં છે. તો મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા મુદ્દે સી.આર.પાટીલે જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસ પાયા વગરની વાતો કરી રહી છે.

તો આ સાથે જ આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. સી.આર.પાટીલે કહ્યું કે ચૂંટણીને લઇ પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે. કેટલાક સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા છે.  

સમયાંતરે કોર ગ્રુપની બેઠક મળતી હોય છે. આ સાથે જ વાવાઝોડા અંગે કહ્યું કે વાવાઝોડા બાદ PM તાત્કાલિક ગુજરાત આવ્યા હતા અને વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જુઓ ફટાફટ:- મે અને જૂન આમ બે મહિનાઓ માટે કેન્દ્ર સરકાર દેશના 80 કરોડ લોકોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ ફ્રી આપશે…

Abhayam

કથા માં રાજકારણ:સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કથામાં કહ્યું, ‘2022માં સાવરણો કંઈક તો સાફ કરશે..

Abhayam

4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની..

Abhayam

Leave a Comment