Abhayam News
Abhayam News

ગુજરાતમાં છૂટછાટ વચ્ચે અમદાવાદમાં મોટો નિર્ણય : જો વેક્સિન નહીં લીધી હોય તો….

અમદાવાદના કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે જે વેપારીએ વેક્સિન ન લીધો હોય તેમણે RTPCRનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે

અમદાવાદ કલેક્ટરનું જાહેરનામું : વેપાર માટે રસી લેવી ફરજીયાત
પોલીસ માંગશે રસીનું સર્ટી નહીં તો દુકાન સીલ કરી દંડ કરાશે
રસી લીધી નહી હોય તો RTPCR નેગેટિવ રિપોર્ટ જોડે રાખવો પડશે
પાનના ગલ્લા, કીટલી, રિક્ષા-ટેક્સી ચાલક, ફેરિયાઓ સહિતના લોકો માટે નિયમો

અમદાવાદમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે કલેકટર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં હવે વેપાર કરવો હશે તો વેક્સિન લેવી ફરજિયાત રહેશે. જૉ કોઈ વેપારીએ વેક્સિન નહીં લીધી હોય તો દુકાન બંધ કરીને દંડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. એક બાજુ જ્યાં આટલા દિવસોના પ્રતિબંધો બાદ ધીમે ધીમે વેપાર ધંધામાં છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યાં વેક્સિન વગર વેપારને મંજૂરી ન મળતા વેપારીઓ મૂંઝવણમાં મૂકાયા છે. 

”કોણે રસીનુ સર્ટીફિકેટ રજુ કરવુ પડશે”

1)શાકભાજી-ફ્રુટ વેચનાર છુટક હોલસેલ વેપારી


2)હોટેલ રેસ્ટોરેન્ટમાં કામ કરનારા


3)ખાણીપીણીની લારીવાળા

4)ચાની કીટલી


5)પાનના ગલ્લા


6)રીક્ષા-ટેક્સી ચાલક


7)હેર સલુન-બ્યુટી પાર્લર

8)ખાનગી સિક્યુરિટી


9)શોપિંગ મોલ કર્મચારી


10)પ્લમ્બર

11)ઇલેક્ટ્રશિયન

ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. મહામારીમાં હજારો લાખો પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે ભારતમાં હવેવે વેક્સિન આપવા માટે મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં રસીકરણ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

અમદાવાદના કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે જે વેપારીએ વેક્સિન ન લીધો હોય તેમણે RTPCRનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે. ગુજરાત સરકારે વેક્સિનેશન વધારવા માટે કમર કસી છે ત્યારે અમદાવાદ માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમ અનુસાર અમદાવાદના વેપારી પાસેથી પોલીસ વેક્સિનનું સર્ટિફિકેટ માંગી શકે છે અને ન હોય તો કાર્યવાહી કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સેવાના સૈનીકોની સેવા કરવાનો લ્હાવો લેતા ત્રણ મિત્ર..

Abhayam

797 કરોડની આ મહત્વપૂર્ણ યોજનાને CM આપી મંજૂરી, જાણો કોને મળશે લાભ..

Abhayam

હાર્ટ એટેક આવતાં થયું કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન !

Archita Kakadiya

Leave a Comment