Abhayam News
AbhayamNews

વલસાડ::ગાયિકા વૈશાલી બલસારાની હત્યાનો ભેદ ઉકેલાયો,બહેનપણી નીકળી હત્યારણ,કેવી રીતે આપ્યો હત્યાને અંજામ?


વલસાડ: વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની હત્યાનું કોકડું આખરે ઉકેલાયું છે. વલસાડ જિલ્લા પોલીસને ગણતરીના દિવસોમાં જ આ ચકચારિત હત્યા કેસના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળી છે. પોલીસે વૈશાલી બલસારાની હત્યાની માસ્ટર માઈન્ડ આરોપીની ધરપકડ કરી છે. જે આરોપી પોલીસ સામે આવી છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.  આવો આપને બતાવીએ કોણ છે વૈશાલી ની હત્યાનો માસ્ટરમાઈન્ડ અને કેમ કરવામાં આવી હત્યા?વલસાડની પ્રખ્યાત સિંગર વૈશાલી બલસારાની ચકચારી હત્યાના કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત તા. 28 ઓગષ્ટના રોજ પારડી પાર નદીના કિનારે પડતર જગ્યામાં મારૂતી બલેનો કારમાંથી શંકાસ્પદ સ્થિતિમાં વૈશાલીનો મૃતદેહ મળી આવ્યો હતો. 


વલસાડના પારડી નજીકથી પસાર થતી પાર નદી કિનારેથી ગઈ 28મી ઓગસ્ટના રોજ વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની શંકાસ્પદ   હાલતમાં બંધ કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે વૈશાલી બલસારાની હત્યાનું રહસ્ય ઉકેલવા 6 ટીમો બનાવી હતી. જે વિવિધ દિશામાં તપાસ કરી હતી. ત્યારબાદ વૈશાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક ચોખાનો ચોંકાવનારો ખુલાસો થયો. જેમાં વૈશાલીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.



શનિવારે વૈશાલી બબીતા પાસેથી ઉછીના પૈસા પરત લેવા માટે નીકળી હતી અને રવિવારે તેનો મૃતદેહ મળ્યો હતો. ફોરેન્સિક પીએમમાં તેની ગળુ દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે  આરોપીઓને પકડવા માટે 8 ટીમ બનાવી હતી અને 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. ગણતરીના દિવસોમાં કોન્ટ્રાક્ટ કિલર સહિત હત્યા કરાવનાર મહિલાની વલસાડ જિલ્લા પોલીસે ધરપકડ કરી હતી. વૈશાલીએ બબીતાને અમુક રકમ વ્યાજે આપી હતી. તે રકમ પરત આપવી ન પડે તે માટે વૈશાલી બલસારાની કિલર પાસે હત્યા કરવી હોવાનું સામે આવતા વલસાડ પોલીસે મુંબઈથી કોન્ટ્રાન્ટ કિલર અને બબીતાની અટકાયત કરી હતી. તેમજ કોવિડ ટેસ્ટ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.



વલસાડ પોલીસની તપાસમાં સામે આવ્યું કે, ગળે ટૂંપો આપીને વૈશાલીની હત્યા કરવામાં આવી હતીપોલીસને કારમાંથી ચાવી અને વૈશાલીનો ફોન નહોતા મળ્યા અને સુરત સિવિલમાં પોસ્ટમોર્ટમ દરમિયાન ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. LCB, SOG, પારડી અને સીટી પોલીસની કુલ 8 ટીમોએ સીસીટીવી ફુટેજ અને સાક્ષીઓની પુછપરછ દ્વારા હત્યાનું કારણ જાણવામાં સફળતા મેળવી છે.


વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની હત્યાની માસ્ટરમાઈન્ડ બબીતા અત્યારે નવ મહિનાની ગર્ભવતી છે. પોલીસે તેની ધરપકડ કરી છે અને આ કેસના પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ કિલર 2 આરોપીઓ હજુ પોલીસ પહોંચથી દૂર છે. તેમને ઝડપવા વલસાડ પોલીસની ટીમો રાજ્ય બહાર પણ કામે લાગેલી છે. જોકે પોતે નવ મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ તેને એક પ્રોફેશનલ ગેંગને પણ ટક્કર આપે તેવો પ્લાન બનાવી અને તેને  મુશ્કેલીના સમયમાં મદદ કરનાર મિત્ર વૈશાલીની જ હત્યા કરવાનું  સુનિયોજીત ષડયંત્ર રચ્યું હતું.બબીતાએ 8 લાખ રૂપિયા આપીને વૈશાલીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. તેણે પૈસા આપવાના બહાને વૈશાલીને સાંજના સમયે વશીયર ખાતે ડાયમંડ ફેક્ટરી પાસે બોલાવી હતી. ત્યાર બાદ પોતે બનાવના સ્થળથી એકાદ કિલોમીટર દૂર ઉભી રહી હતી. 

Related posts

અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર

Vivek Radadiya

વિદ્યુત જામવાલે તેના બર્થડે પર શેર કર્યા ન્યુડ Photos  

Vivek Radadiya

સુરત પાસના અલ્પેશ કથીરીયા પર હુમલો:: હુમલો કોણે અને કેમ કર્યો, વીડિયો વાયરલ

Archita Kakadiya