Abhayam News
Abhayam News

કોરોનાને કાબૂમાં લેવા માટે લોકડાઉન અંગે સરકાર વિચાર કરે:-સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપી ખાસ સલાહ.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર બેકાબૂ બની છે ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને લોકડાઉનને લઈને વિચાર કરવા કહ્યું છે.

  • દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર
  • સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને સલાહ
  • લોકડાઉન અંગે સરકાર વિચાર કરે
     

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને બેકાબૂ કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને લોકડાઉન અંગે વિચાર કરવાનું કહ્યું છે. રવિવારે રાતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારના સામૂહિક સમારોહ અને સુપર સ્પ્રેડર કાર્યક્રમો પર રોક લગાવવાનો વિચાર કરવા આગ્રહ કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે તેઓ લોક કલ્યાણના હિતમાં અન્ય લહેરના વાયરસ પર અંકુશ મેળવવા માટે લોકડાઉન કરવાનો વિચાર કરી શકે છે. 

સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે કડક પગલા જરૂરી
કોરોના વાયરસની બીજી લહેરમાં સ્થિતિની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં કોઈ પણ દર્દીની પાસે કોઈ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશનું સ્થાનિક પ્રમાણપત્ર કે આઈડી પ્રૂફ ન હોય તો પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવા અને જરૂરી દવા આપવાના આદેશ આપ્યા છે. કોઈ પણ હોસ્પિટલ દર્દીને આ સુવિધાઓની મનાઈ કરી શકશે નહીં. 
 
હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે ડોક્યુમેન્ટ સંબંધી નીતિ જલ્દી બનાવાયઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આ સંબંધમાં 2 અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થવા સંબંધી રાષ્ટ્રીય નીતિ લાવે. કોર્ટે કહ્યું છે કે આ નીતિ તમામ રાજ્ય સરકારની તરફથી માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી નીતિ તૈયાર થતી નથી ત્યાં સધી કોઈ પણ દર્દીને સ્થાનિક પ્રૂફ વિના પણ અને આઈડી પ્રૂફ વિના પણ હોસ્પિટલમાં દાખલ થવાથી રોકી શકાશે નહીં.  

ઓક્સીજનની અછતને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યા ખાસ આદેશ
દિલ્હીમાં ઓક્સીજનની અછતને લઈને સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે કે દિલ્હીની ઓક્સીજનની ખામી 3મેની મધ્ય રાત કે તે પહેલા જ સુધારી લેવાશે. કેન્દ્ર સરકાર ઓક્સીજનના સપ્લાયની વ્યવસ્થા મુદ્દે રાજ્યો સાથે વિચાર વિમર્શ કરી રહી છે. આ સાથે ઈમરજન્સીમાં ઓક્સીજનનો સ્ટોક અને ઈમરજન્સી ઓક્સીજન પૂરો પાડવાને બદલે ડિસેટ્રલાઈઝ કરવામાં આવે. 

Related posts

3 વર્ષ ની નાનકળી બાળકી ને ન્યાય મળે એ માટે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ની વિદ્યાર્થીનીઓએ કલેક્ટર ને આપ્યું આવેદન .

Deep Ranpariya

ખેડૂતો ચિંતામાં:-કોરોના વચ્ચે સૌરાષ્ટ્રમાં આ બે જગ્યા પર પડ્યો કમોસમી વરસાદ..

Abhayam

IPL 2022: ભારતમાં જ થશે આઈપીએલનું આયોજન….

Abhayam

Leave a Comment