દેશમાં કોરોના વાયરસની બીજી લહેર બેકાબૂ બની છે ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને લોકડાઉનને લઈને વિચાર કરવા કહ્યું છે.
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને બેકાબૂ કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને લોકડાઉન અંગે વિચાર કરવાનું કહ્યું છે. રવિવારે રાતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારના સામૂહિક સમારોહ અને સુપર સ્પ્રેડર કાર્યક્રમો પર રોક લગાવવાનો વિચાર કરવા આગ્રહ કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે તેઓ લોક કલ્યાણના હિતમાં અન્ય લહેરના વાયરસ પર અંકુશ મેળવવા માટે લોકડાઉન કરવાનો વિચાર કરી શકે છે.
- કોરોના સંક્રમણની વચ્ચે અધવચ્ચેથી IPL છોડવા લાગ્યા ખેલાડીઓ, BCCIનો આવ્યો જવાબ
- કોરોનાને નાથવા સેનાએ શરુ કર્યું આ મોટું કામ, CDS બિપિન રાવતે PM મોદીને આપી જાણકારી
- બેવડી નીતિ : અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂમાં 500 જેટલા આ ‘ખાસ લોકો’ને આવન-જાવન કરતા તંત્ર નહીં રોકે
સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે કડક પગલા જરૂરી
કોરોના વાયરસની બીજી લહેરમાં સ્થિતિની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં કોઈ પણ દર્દીની પાસે કોઈ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશનું સ્થાનિક પ્રમાણપત્ર કે આઈડી પ્રૂફ ન હોય તો પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવા અને જરૂરી દવા આપવાના આદેશ આપ્યા છે. કોઈ પણ હોસ્પિટલ દર્દીને આ સુવિધાઓની મનાઈ કરી શકશે નહીં.
હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે ડોક્યુમેન્ટ સંબંધી નીતિ જલ્દી બનાવાયઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આ સંબંધમાં 2 અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થવા સંબંધી રાષ્ટ્રીય નીતિ લાવે. કોર્ટે કહ્યું છે કે આ નીતિ તમામ રાજ્ય સરકારની તરફથી માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી નીતિ તૈયાર થતી નથી ત્યાં સધી કોઈ પણ દર્દીને સ્થાનિક પ્રૂફ વિના પણ અને આઈડી પ્રૂફ વિના પણ હોસ્પિટલમાં દાખલ થવાથી રોકી શકાશે નહીં.
ઓક્સીજનની અછતને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યા ખાસ આદેશ
દિલ્હીમાં ઓક્સીજનની અછતને લઈને સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે કે દિલ્હીની ઓક્સીજનની ખામી 3મેની મધ્ય રાત કે તે પહેલા જ સુધારી લેવાશે. કેન્દ્ર સરકાર ઓક્સીજનના સપ્લાયની વ્યવસ્થા મુદ્દે રાજ્યો સાથે વિચાર વિમર્શ કરી રહી છે. આ સાથે ઈમરજન્સીમાં ઓક્સીજનનો સ્ટોક અને ઈમરજન્સી ઓક્સીજન પૂરો પાડવાને બદલે ડિસેટ્રલાઈઝ કરવામાં આવે.