Abhayam News
AbhayamSurat

24 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો

Three quarters of an inch of rain was recorded in 24 hours

24 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે પણ વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યુ છે. રવિવારે સવારથી જ વરસાદી માહોલ નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી હતી અને એ પ્રમાણે જ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે પવન, ભારે ગાજવીજ અને કરાં સાથે વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ મોડાસા અને મેઘરજમાં નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં રવિવારે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો હતો. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં બપોર, સાંજ અને રાત્રે વરસાદ વરસ્યો હતો. કાર્તક મહિના દરમિયાન વરસાદી માહોલે જાણે કે અષાઢ મહિના જેવો માહોલ સર્જી દીધો હતો. હજુ સતત બીજા દિવસે અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદની સંભાવનાઓ છે. સોમવારે સવારથી જ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.

24 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો

અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને મોડાસા, મેઘરજ અને ભિલોડા વિસ્તારમાં વરસાદ વધારે નોંધાયો હતો. જિલ્લામાં રવિવારે સવારથી જ વાદળો ઘનઘોર છવાયા હતા અને ગાજવીજ શરુ થઈ હતી. બાદમાં વરસાદી માહોલ બપોરે 12 વાગ્યા બાદ શરુ થયો હતો. રાત્રીને 10 કલાક સુધી અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદમાં અનેક વિસ્તારોમાં ચોમાસાની જેમ રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા.

સૌથી વધારે મોડાસામાં વરસ્યો

રવિવારે સવારથી બદલાયેલા માહોલ બાદ બપોરે 12 વાગ્યાથી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મોડાસા વિસ્તારમાં વરસ્યો હતો. મોડાસા અને આસપાસના વિસ્તારમાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં બપોરે દોઢેક ઈંચ વરસાદ વરસ્યો હતો,  જ્યારે સાંજે પણ એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મેઘરજમાં અંતિમ 24 કલાક દરમિયાન દોઢ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. ભિલોડામાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. ધનસુરામાં પણ દોઢેક ઈંચ આસપાસ વરસાદ વરસ્યો હતો. માલપુર અને બાયડમાં અડધો અડધો ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

સોમવારે પણ વરસાદની આગાહી

હજુ સોમવારે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. અરવલ્લી જિલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠામાં સોમવારે પણ વરસાદ વરસે એવી આગાહી છે. આમ સોમવારે પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે એવી શક્યતાઓ છે.

જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

  • ભિલોડા 30 મીમી
  • મેઘરજ 40 મીમી
  • મોડાસા 65 મીમી
  • ધનસુરા 34 મીમી
  • માલપુર 15 મીમી
  • બાયડ 14 મીમી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક?ટોકન ની લાઈનો સવારે 5 વાગ્યે થી..

Abhayam

પંચમહાલમાં ખાણ-ખનીજના અધિકારીઓની જાસૂસી માટે નવા ગૃપ બન્યા

Vivek Radadiya

વાંકાનેરમાં બોગસ ટોલનાકામાં મોટો ઘટસ્ફોટ

Vivek Radadiya