કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે બપોરે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે. રાહુલે સંપર્કમાં રહેલા તમામ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી કોંગ્રેસ સાસદ રાહુલ ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ અંગે તેમણે એક ટ્વિટ કરીને જાણ કરી છે. આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી અગાઉ ગત રોજ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના ચેપ લાગ્યાં છે. આ માહિતી તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી કેરળ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, આસામ અને તામિલનાડુની ચૂંટણીઓમાં રેલીઓ યોજતા હતા. બે દિવસ અગાઉ, તેમણે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બંગાળમાં તેની બધી રેલીઓ રદ કરી દીધી હતી.

દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યા છે. એક પછી એક નેતાઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ઉધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ જાણકારી ટ્વીટ કરીને આપી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને માહિતી આપી કે તેમનામાં કોરોનામાં લક્ષણ જણાઇ આવતા કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ આવ્યા છે. તેમણે અપીલ કરી છે કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય તેઓ પણ તપાસ કરાવે.
રાહુલ ગાંધીએ કોરોના પર અંધાધૂંધીને લઈને કેન્દ્ર સરકારને સતત ઘેરતા રહે છે. મંગળવારે તેમણે ટ્વીટ કરીને કેન્દ્ર સરકારના નવા નિર્ણયની પણ ટીકા કરી હતી. હકીકતમાં, સોમવારે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, 1 મેથી 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ કોરોના રસી લઈ શકશે. આજે રાહુલ ગાંધી ટ્વીટ કરી રહ્યા છે કે, આ રસી 18 થી 45 વર્ષની વયના લોકો માટે મફત નહીં મળે. ભાવ નિયંત્રણ પ્રક્રિયામાં વચેટિયાઓને લાવવામાં આવ્યા છે. સમાજના નબળા વર્ગને રસી આપવાની ખાતરી આપવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે, પાછલા દિવસે પૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો.મનમોહન સિંહ પણ કોરોનાથી સંક્રમિત થતાં તેઓને એઈમ્સમાં દાખલ કરાયા હતાં. તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. હાલમાં તેમની તબિયતને લઈને કંઈ વધુ નિવેદન આવ્યું નથી.
71 comments
Comments are closed.