જગતના તાત સાથે નકલી બિયારણ આપી કરી ઠગાઈ ગઢડા તાલુકાના માંડવા ગામના ખેડૂત ધીરુભાઈ ધરમશીભાઈ મોરડીયા નકલી બિયારણને લઈ બોટાદ ખાતે ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે કપાસના છોડ સાથે લઈને રજુઆત કરવા પહોવ્યા હતા. ખેતીવાડી અધિકારી દ્વારા કપાસ તેમજ ઝીંડવાનું નિરીક્ષણ કર્યું અને જણાવ્યુ કે વૈજ્ઞાનિકોને સાથે રાખી સ્થળ મુલાકાત કરીશું બીજી તરફ ખેડૂતે અધિકારી પાસે ન્યાયની માંગ કરી અને ન્યાય નહિ મળે તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપતા ખેડુતની આખોમાં આસુ આવ્યા હતા.
જગતના તાત સાથે નકલી બિયારણ આપી કરી ઠગાઈ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવા ગામના ખેડૂત ધીરૂભાઇ ધરમશીભાઇ મોરડીયાએ પોતાની 18 વીઘા જમીનમાં કપાસની ખેતી કરી છે જે કપાસમાં નકલી બિયારણ આવ્યું હોવાથી અને કપાસના છોડ માં ઝીંડવા ખુબજ નાના આવ્યા અને કપાસ નહિવત થતા માંડવા ગામના ખેડૂતને નકલી બીયારણ આવ્યાની શંકા જતાં ખેડુત બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે કપાસના છોડ લઈને રજુઆત કરવા પહોચ્યા હતા.
ખેત વૈજ્ઞાનિકને સાથે રાખી કરશે સ્થળ મુલાકાત
ખેતીવાડી અધિકારીને કપાસના છોડ બતાવીને નકલી બિયારણને લઈ રજૂઆત કરવામાં આવી હતી તો બીજી તરફ ખેતીવાડી અધિકારીએ કપાસના છોડ અને ઝીંડવાનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતને જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકને સાથે રાખી માંડવા ગામે ખેડૂતના ખેતરમાં જઇ સ્થળ તપાસ કરી કપાસનું નિરીક્ષણ કરવામાં આવશે.
કુલ 11 થેલી બિયારણનો કરેલ હતો ઉપયોગ
ગઢડા તાલુકાના માંડવા ગામના ખેડુત કરમશીભાઈએ તેના ગામના કપાસના બિયારણના વેપારી વાલજીભાઈ માવજીભાઇ કળથીયા પાસેથી 700 રૂપિયાની એક થેલી તેવી 11 થેલી બિયારણ લીધુ હતું અને વેપારીએ તેને કાચુ બિલ આપેલ જે બિયારણનુ ખેડૂતે વાવેતર કરેલું પરંતુ કપાસનો છોડ વધવા લાગ્યા પણ તેમા ફાલ ન આવ્યો. જેથી ખેડૂતને શંકા જતા તેણે અન્ય ખેડૂતોનું માર્ગદર્શન લીધેલ અને આખરે ખબર પડી કે બિયારણ નકલી છે.
ન્યાય ન મળે તો ઉપવાસ પર ઉતરવાની આપી ચીમકી
માંડવા ગામના ખેડૂત નકલી બિયારણના ભોગ બનેલ અને લાખો રૂપિયાની નુકસાન જતા ખેડુત ધીરુભાઈ આખરે કપાસના છોડ સાથે બોટાદ ખેતીવાડી અધિકારીની કચેરીએ પહોચી ન્યાય માટે રજુઆત કરેલ જો ન્યાય નહિ મળે તો આવતા દિવસોમાં ઉપવાસ કરવાની ખેડુતે ચિમકી ઉચ્ચારી હતી અને ખેડુત ભાવુક થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે