Abhayam News
Abhayam

ગ્લેન મેક્સવેલની ઐતિહાસિક ડબલ સેન્ચુરી

ગ્લેન મેક્સવેલની ઐતિહાસિક ડબલ સેન્ચુરી એક સાચા ક્રિકેટરની ઓળખ ત્યારે જ થાય છે જયારે તેની ટીમને તેની જરુર હોય અને તે ઐતિહબાસિક ઈનિંગ રમે. આજે મેક્સવેલે 201 રનની ઐતિહાસિક ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચાડયુ હતુ. દર્દમાં હોવા છતા તેણે રનર લીધો ના હતો. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

ગ્લેન મેક્સવેલની ઐતિહાસિક ડબલ સેન્ચુરી

ODI વર્લ્ડ કપ 2023ની 39મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 291 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 46.5 ઓવરમાં સાત વિકેટે 293 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. આ જીત સાથે કાંગારૂ ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.

ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ છે. હવે ચોથા સ્થાન માટે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 291 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે 293 રન બનાવી મેચ જીતી લીધી હતી.

ગ્લેન મેક્સવેલે 128 બોલમાં 201 રનની અણનમ ઇનિંગ દરમિયાન 21 ચોગ્ગા અને 10 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ મેચ વિનિંગ ઇનિંગ્સ દરમિયાન મેક્સવેલ ચાર કેચ પણ ચૂકી ગયો હતો. સ્નાયુઓના તાણને કારણે તેને દોડવામાં ઘણી તકલીફ પડી રહી હતી. આવી સ્થિતિમાં તેણે ચોગ્ગા અને છગ્ગામાં જ ડીલ કરવાનું શરૂ કર્યું. તેણે પગ એક ઇંચ આગળ-પાછળ ખસેડ્યા વિના ઊભા રહીને ઘણા શાનદાર શોટ્સ લીધા. 150 રન ની નજીક, મેક્સવેલને શરીરમાં ખેંચાણ સાથે સંઘર્ષ કરવો પડ્યો, તેને એક તબક્કે ઊભા રહેવું પણ મુશ્કેલ લાગ્યું. ફિઝિયો સતત તેને મદદ કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

હિમવર્ષામાં પણ જવાન ખડેપગે,જુસ્સો અકબંધ

Abhayam

માત્ર 50 રૂપિયામાં મળે છે પાર્ટીમાં પહેરાય એવું ગાઉન

Vivek Radadiya

ગુજરાતના મહત્વના ચાર પ્રોજેક્ટ પર ચર્ચા

Vivek Radadiya