Abhayam News
AbhayamGujarat

ફરી કમોસમી વરસાદની શક્યતા

Chance of unseasonal rain again

ફરી કમોસમી વરસાદની શક્યતા નવેમ્બરના અંતમાં કમોસમી વરસાદથી રાજ્યમાં ઠેર-ઠેર નુકસાનીના દ્રશ્યો આપણે જોઈ ચુક્યા છીએ. સરકાર પોતાના સરવેમાં નિયમોને આગળ ધરી રહી છે ત્યારે ખેડૂત માટે વધુ એક મુશ્કેલી નોંતરતા સમાચાર આવ્યા છે. રાજ્યાં હજુ પણ બે થી ત્રણ દિવસ દરમિયાન માવઠાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત તો ત્યાં સુધી કહે છે કે 20 ડિસેમ્બર સુધી રાજ્યના હવામાનમાં ફેરફાર થયા કરશે જેની પાછળ બંગાળના ઉપસાગરના ચક્રવાત અને અરબ સાગરમાં વધતા ભેજનું પ્રમાણ જવાબદાર છે.

Chance of unseasonal rain again

ફરી કમોસમી વરસાદની શક્યતા

કપાસ, તુવેર અને એરંડાના પાકમાં વ્યાપક નુકસાનનો તો સરકાર ખુદ સ્વીકાર કરી ચુકી છે. ત્યારે જરૂરી એ છે કે સહાયના માપદંડમાં જરૂરી ફેરફાર થાય. ખેડૂત સંગઠનો અગાઉ પણ કહી ચુક્યા છે કે SDRFના નિયમમાં સરકારે માવઠાની બદલાતી પેટર્ન પ્રમાણે ફેરફાર કરવા જોઈએ. હવે એક સરવે હજુ થઈ રહ્યો છે ત્યાં ફરી માવઠાની શક્યતાઓ ઉભી થઈ ગઈ. સરકાર તેના નિયમોથી આગળ વિચારવા હજુ તૈયાર નથી ત્યારે પાયાનો પ્રશ્ન એ છે કે ખેડૂત રાહતનો શ્વાસ ક્યારે લેશે. 

Chance of unseasonal rain again
 • સરકારે SDRFના નિયમ મુજબ સહાય આપવાની તૈયારી બતાવી હતી
 • કેટલાક જિલ્લામાં નુકસાની નથી થઈ તેવા રિપોર્ટ પણ આવી ગયા
 • નુકસાનીની ભરપાઈ કોણ કરશે તે મહત્વનો સવાલ

રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે.  એક તરફ ફરી માવઠાનો માર, બીજી તરફ સહાયની રાહ જોઈ રહ્યા છે.  નવેમ્બરમાં કમોસમી વરસાદથી નુકસાન થયું હતું.  ખેડૂત સંગઠનો નુકસાનીના માપદંડ બદલવા રજૂઆત કરી રહ્યા હતા. સરકારે SDRFના નિયમ મુજબ સહાય આપવાની તૈયારી બતાવી હતી. કેટલાક જિલ્લામાં નુકસાની થઈ નથી તેવા રિપોર્ટ પણ આવી ગયા છે.  નુકસાનીની ભરપાઈ કોણ કરશે તે મહત્વનો સવાલ છે. 

Chance of unseasonal rain again
 • રાજ્યમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ
 • કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા
 • અરવલ્લી, મહિસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે

હવામાન વિભાગની આગાહી શું?
રાજ્યમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ  કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે.  અરવલ્લી, મહિસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અમરેલી, જૂનાગઢમાં હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે.  બે દિવસ બાદ સામાન્ય હવામાન થશે. તેજ ગતિથી પવન ફૂંકાશે. પશ્ચિમી વિક્ષોભની અસર વર્તાશે.

Chance of unseasonal rain again
 • SDRFના નિયમ પ્રમાણે સહાય આપવામાં આવશે
 • 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય મળશે
 • 33%થી વધુ નુકસાન હશે તો જ સહાય મળશે

નવેમ્બરમાં પડેલા વરસાદ અંગે સરકારે શું કહ્યું?
SDRFના નિયમ પ્રમાણે સહાય આપવામાં આવશે. 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય મળશે. 33%થી વધુ નુકસાન હશે તો જ સહાય મળશે. કપાસ, તુવેર અને એરંડામાં નુકસાન થયું છે. કપાસમાં મુખ્ય ફાલ વીણાઈ ગયો છે. છેલ્લી વીણીમાં કપાસમાં નુકસાન સામે આવ્યું નથી.  દિવેલાના પાકમાં મોટેભાગે કાપણી થઈ ગઈ હતી. મોટાભાગનો પાક ખેડૂતોએ લઈ લીધો હતો. 3 થી 4 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે.

 • દિવેલાના પાકમાં મોટેભાગે કાપણી થઈ ગઈ હતી
 • મોટાભાગનો પાક ખેડૂતોએ લઈ લીધો હતો
 • 3 થી 4 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે

હવામાન નિષ્ણાત શું કહે છે?
બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ છે.  અરબ સાગરમાં ભેજનું પ્રમાણ વધશે. 20 ડિસેમ્બર સુધી હવામાનમાં ફેરફાર થશે. રાજ્યમાં એકંદરે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 

તાજેતરમાં ક્યા-ક્યા પાકને નુકસાન થયું?

કપાસ
એરંડા
તુવેર
ઘઉં
જીરુ
શેરડી
રાયડો
ડાંગર
ચણા
ધાણા
ડુંગળી
બટાટા
ટામેટા
સોયાબીન
ગુવાર
સરગવા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરતનાં સમસ્ત પાટીદાર સમાજનાં યુવાનો દ્વારા સુરત ખાતે સરદારધામ નિર્માણાધીન કરવા સ્વયંભુ લેવાયો સંકલ્પ ..

Abhayam

બાળકો માટેની વેક્સિનને આ સરકારની મંજૂરી, એક બાળકને મળશે ત્રણ ડોઝ….

Abhayam

31 ડિસેમ્બરની ઉજવણી પર પોલીસની ચાંપતી નજર

Vivek Radadiya