ચીનના વુહાનથી ફેલાયેલી કોરાના વાયરસ મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. એવો દાવો કરવામાં આવે છે કે આ વાયરસ કુદરતી નથી, પણ તેને પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવ્યો હતો. હવે આ જ વાત વિજ્ઞાન સંબધિત બાબતો પર લખનારા બ્રિટનના મશહૂર લેખક અને સંપાદક નિકોલસ વેડએ પણ આ શંકા વ્યકત કરી છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે ચીનની વુહાન ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજીના રિસર્ચર્સ કોરોના વાયરસથી માનવ કોષો અને આર્ટિફિશ્યલ ઉંદરોને સંક્રમિત કરવાના પ્રયોગ કરી રહ્યા હતા.
લેખકનું કહેવું છે કે જેટલા પુરાવા છે તેના પરથી એવી શંકા ઉપજી રહી છે કે આ વાયરસ પ્રયોગશાળામાં તૈયાર થયો છે. જયાંથી તે ફેલાઇ ગયો, પરંતુ તેની પુષ્ટિ માટે પૂરતા પુરાવા નથી.તેમણે કહ્યું કે ઘણા લોકો જાણે છે કે વાયરસની ઉત્પતિ માટે બે મુખ્ય અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. એક અનુમાન એ છે કે તે વન્યજીવોથી મનુષ્યજીવોમાં પ્રાકૃતિક રૂપે આવ્યો છે અને બીજું અનુમાન એ છે કે આ વાયરસ પર કોઇ પ્રયોગશાળામાં અભ્યાસ ચાલી રહ્યો હતો ત્યાંથી પ્રસરી ગયો.
લેખક નિકોલસે કહ્યું કે આવા પ્રકારના પ્રયોગને કારણે કોવિડ-19 જેવા વાયરસ પેદા થવાની શંકા છે. નિકોલસ વેડએ આ મહિનાની શરૂઆતમાં પ્રતિષ્ઠિત બુલેટીન ઓફ ધ એટોમિક સાયન્ટીસ્ટસમાં પ્રકાશિત કોવિડવી ઉત્પતિ વુહાનમાં ભાનુમતીનો પટારો લોકોએ ખોલ્યો કે પ્રકૃતિએ? શિર્ષક હેઠળ છપાયેલા લેખમાં સાર્સ-સીઓવી-2ની ઉત્પતિ પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોરોના વાયરસ ડિસેમ્બર 2019માં વુહાનથી ફેલાયો હતો જે વૈશ્વિક મહામારી બની ગયો.
લેખક વેડએ કહ્યું કે વુહાન ચીનના મુખ્ય કોરોના વાયરસ સંશોધન કેન્દ્રનું ઘર છે, જયાં સંશોધનકારો માનવ કોષો પર હુમલો કરવા માટે ચામાચિડીયા સંબધિત કોરોના વાયરસ બનાવી રહ્યા હતા. લેખકે કહ્યું કે તેઓ ન્યૂન્તન સુરક્ષા સાથે આવો પ્રયોગ કરી રહ્યા હતા અને જો સાર્સ-2નું સંક્રમણ ત્યાંથી અનપેક્ષિત રીતે ફેલાયું , તો તે કોઇ આશ્ચર્યની વાત નથી. નિકોલસે કહ્યું કે એ વાતના દસ્તાવેજી પુરાવા છે કે વુહાન ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજીના સંશોધનકર્તા માનવ કોષો અને આર્ટિફિશ્યલ ઉંદરોને કોરોના વારયસથી સંકમિત કરવા માટે મેન ઓફ ફંકશન પ્રયોગ કરી રહ્યા હતા. આવા પ્રકારના પ્રયોગને કારણે જ સાર્સ-2 જેવો વાયરસ પેદા થયો હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે