Abhayam News
AbhayamGujaratSocial Activity

નવલી નવરાત્રિનો થનગનાટ શરૂ:જામનગરના મહેમાન બન્યા બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના, સ્ટેજ પરથી ગીત ગાય ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યાં

દેશભરમાં નવરાત્રિ મહોત્સવની શરૂઆત થઈ. ગઈકાલે પ્રથમ નોરતે ખેલૈયાઓએ મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારે બોલીવૂડ એક્ટર આયુષ્માન ખુરાના ગઈકાલે જામનગર શહેરની નવરાત્રિ માણવા આવી પહોંચ્યા હતા. શહેરની વિવિધ ગરબી અને શેરી ગરબા મહોત્સવની મુલાકાત લઈ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા હતા. આયુષ્માન ખુરાના ગરબા નિહાળી રોમાંચિત થઈ ગયા હતા. પંજાબી અભિનેતા ગુજરાતી ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સ્ટેજ પરથી ગીત ગાઈને યુવાનો માટે જબરૂ આકર્ષણ જમાવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાંથી સુરત ના એક ગરબા દર વર્ષે સાવ અલગ રીતે તરી આવે છે, ત્યારે આ વર્ષે પણ રાજકોટ અબતક સુરભી રાસોત્સવના અનાખો દ્રશ્યો સામે આવ્યા, જ્યાં એક સાથે 500 થી વધુ જેટલા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમતા નજરે પડ્યા હતા. જેમાં મહત્વની વાત તો એ હતી કે, રાજકોટના જય શ્રી કૃષ્ણ ગ્રુપના 25 લોકોએ પ્રથમ દિવસે સૌરાષ્ટ્રના પ્રખ્યાત રબારી સમાજનો પહેરવેશ પહેરી ગરબે રમવા આવી પહોંચ્યા હતા. આ ગ્રુપ છેલ્લા 7 વર્ષથી ખાસ થીમ માટે એક સરખા જ ડ્રેસ મેળવી એક સાથે એક તાલે ગરબા રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કરી જાહેરાત

Vivek Radadiya

Surat: બેન્કના નામે OTP માંગી ખાતામાંથી ઉઠાવી લીધા એક લાખ રૂપિયા

Vivek Radadiya

મોરબીમાં યુવકને માર મારવાનો મામલો

Vivek Radadiya