Abhayam News
AbhayamGujaratSurat

સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ

Body trade under the guise of spas exposed in Surat

સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થોડા સમય અગાઉ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્પા સેન્ટરો પર દરોડા પાડી સ્પા સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. પરંતું તે બાદ ફરી સ્પા સેન્ટરો ધમધમતા થઈ જવા પામ્યા હતા.સુરતનાં ડુમસ રોડ પરનાં રેડ પર્લ સ્પામાં પોલીસે દરોડા પાડ્યા હતા.

સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ

પોલીસે બાતમીનાં આધારે રેડ કરી કાર્યવાહી હાથ ધરી
સુરત પોલીસે આજે ડુમસ રોડ પર આવેલ રેડ પર્લ સ્પામાં પોલીસે રેડ કરી થાઈલેન્ડની મહિલાને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાઈ હતી. મહિલાઓને ગ્રાહકો પાસે મસાજ કરવાનાં બહાને દેહ વ્યાપાર કરાવાતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ઉમરા પોલીસે બાતમીનાં આધારે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. પોલીસે ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર પ્રમોદ યાદવની ધરપકડ કરી હતી. સ્પા સંચાલક કમલેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. 

ગત રોજ સુરતનાં સ્પા સંચાલક યુવતિને માર મારોત વીડિયો વાયરલ થયો હતો
ગત રોજ સુરતના પાલ વિસ્તારના ભાગ્યરત્ન એપાર્ટમેન્ટમાં પીપલ્સ વેલનેસ સ્પાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ સ્પામાં કામ કરતી યુવતીએ 15 દિવસનો પગાર માગ્યો હતો.

જોકે પિયુષ ગાંધી નામના સંચાલકે પગાર આપવાનો ઇનકાર કરતાં ઝઘડો થયો હતો. જે બાદમાં સ્પામાં સંચાલકે યુવતી સાથે ઝપાઝપી કરી મારામારી કરતાં વિવાદ થયો છે. આ તરફ હવે સમગ્ર મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તપાસ શરૂ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

ગુજરાત પોલીસમાં નોકરી અપાવવાના નામે 40 યુવકો પાસેથી એક કરોડની રકમ ખંખેરનારી ગેંગ પકડાઈ…

Abhayam

સમગ્ર વિશ્વમાં ફરી કોરોના મચાવી રહ્યો છે હાહાકાર

Vivek Radadiya

ડાયમંડ સિટી સુરતના એરપોર્ટને કરોડોની ખોટ 

Vivek Radadiya