Abhayam News
AbhayamGujarat

સહકારી સંસ્થાઓને લઇ સરકારે ઉપાડ્યું ‘સફાઈ’ અભિયાન

The government has taken up the 'cleaning' campaign for the cooperatives

સહકારી સંસ્થાઓને લઇ સરકારે ઉપાડ્યું ‘સફાઈ’ અભિયાન એવી સ્થિતિ ઉભી થઈ છે. સરકારે 250 જેટલી APMC અને 250 જેટલી સહકારી બેંકો પાસે છેલ્લા 20 વર્ષમાં થયેલી ભરતીની વિગત મંગાવી છે. સરકારના આ પાછળના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા સિવાય પણ ઘણા તર્ક છે અને તબક્કાવાર એ તમામની અમલવારી પણ થશે. જો કે મારે, તમારે સૌએ એ દિશામાં વિચાર કરવો જ પડે કે ક્ષેત્ર ભલે સહકારી છે પણ ઓછામા ઓછું નોકરી તો એવા જ ઉમેદવારને મળવી જોઈએ જે તેને લાયક હોય, નહીં કે એ કોઈ ડેરી, બેંક કે APMCના હોદ્દેદાર કે ડિરેકટરનો સગો હોય. સરકાર જે રીતે એકશન લેવા ધારે છે તે જોતા મળતીયાઓની મલાઈ ખાવાની આદત ફરજિયાત છૂટી જશે એવું અત્યારે તો લાગે છે પણ આવા સફાઈ અભિયાનની જરૂર કેમ પડી. 

The government has taken up the 'cleaning' campaign for the cooperatives
  • વિધાનસભામાં પણ સહકારી સંસ્થાઓમાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો
  • યોગ્ય કર્મચારીની ભરતી નહીં થતી હોવાની વ્યાપક રજૂઆત
  • બેંક, APMC, ડેરીમાં ભ્રષ્ટાચારના અનેક દાખલા

સહકારી સંસ્થાઓમાં ગેરરીતિના આક્ષેપો સામે સરકાર એકશનમાં આવી છે.  રાજ્યના સહકાર ખાતાએ સંલગ્ન સંસ્થાઓ પાસેથી વિગત માંગી છે.  છેલ્લા 20 વર્ષમાં કરેલી ભરતીની વિગત માંગવામાં આવી છે.  સહકારી સંસ્થાઓમાં ગેરરીતિની અનેક ફરિયાદ ઉઠી છે.  વિધાનસભામાં પણ સહકારી સંસ્થાઓમાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. યોગ્ય કર્મચારીની ભરતી નહીં થતી હોવાની વ્યાપક રજૂઆત કરી હતી.  બેંક, APMC, ડેરીમાં ભ્રષ્ટાચારના અનેક દાખલા છે. 
 

સરકારે કોની પાસે વિગત માંગી?

  • 250થી વધુ સહકારી બેંક અને APMC
  • છેલ્લા 20 વર્ષમાં થયેલી ભરતીની વિગત આપવા આદેશ

ગેરરીતિઓનો લાંબો સિલસિલો

  • જામનગર જિલ્લા સહકારી બેંકમાં ભરતી સામે ફરિયાદ
  • 102 જેટલા ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતીનો આરોપ
  • કલોલ નાગરિક સહકારી બેંકમાં ભ્રષ્ટાચારની ફરિયાદ
  • રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતી કૌભાંડ
  • બરોડા ડેરીમાં 2015માં ભરતીમાં સગાવાદ આચરાયો હોવાનો આરોપ
  • ગુજકોમાસોલમાં 140 લોકોની ભરતી નિયમ વિરુદ્ધ થયાનો આરોપ
  • મહેસાણા જિલ્લા સહકારી બેંકમાં 111 કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિ
  • પંચમહાલની ડેરોલ APMCમાં ભરતી કૌભાંડનો આરોપ
  • અમદાવાદ APMCમાં બોગસ ભરતીનો આરોપ
  • 2019માં સાણંદ APMCમાં ખોટી રીતે પ્રમોશન અપાયાનો આરોપ
  • બોટાદ APMCમાં 14 કર્મચારીઓ હોદ્દેદારોના સગા હોવાનો આરોપ
  • ભાવનગરની સર્વોત્તમ ડેરીમાં સગાઓને નોકરી આપવાનું 137 કરોડનું કૌભાંડ
  • સાબરડેરીમાં ડિરેક્ટરોએ રૂપિયા લઈને ભરતી કર્યાનો આરોપ

 સહકારી ક્ષેત્ર વધુ સ્વચ્છ કઈ રીતે બને?
ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી જરૂરી છે.  ભરતી માટે જોબ કેલેન્ડર તૈયાર કરવું. તેમજ  ભરતી માટે સત્તાવાર જાહેરાત આપવામાં આવે તે જરૂરી છે.  ભરતી માટેની યોગ્યતા વિશે સ્પષ્ટતા હોય.  મૌખિક ઈન્ટરવ્યૂમાં મેરીટમાં આવેલા ઉમેદવારોને જ બોલાવવામાં આવે છે.  ભરતી પરીક્ષામાં સગાના રેફરન્સ ઉપર પ્રતિબંધ હોવો જરૂરી છે. 

  • ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી
  • ભરતી માટે જોબ કેલેન્ડર તૈયાર કરવું
  • ભરતી માટે સત્તાવાર જાહેરાત આપવામાં આવે

વિધાનસભામાં સરકારે શું કહ્યું હતું?
થોડા સમય પહેલા વિધાનસભામાં સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠ્યો છે.  વિપક્ષના આરોપ સામે નાણામંત્રી કનુ દેસાઈએ જવાબ આપ્યો હતો. સહકારી બેંકો ભરતી અંગે જાતે નિર્ણય લઈ શકતી હોવાનો જવાબ. સરકારે દર વર્ષે ઓડિટ કરાતું હોવાનો દાવો કર્યો હતો. રિઝર્વ બેંકને સહકારી બેંકના હોદ્દેદારોને દૂર કરી શકવાની સત્તા છે.  સહકારી બેંકમાં રિઝર્વ બેંક વહીવટદારની નિમણૂંક કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જાપાન રોકેટ ઇંધણ તરીકે ગાયના છાણનો ઉપયોગ કરશે 

Vivek Radadiya

CM ભૂપેન્દ્ર પટેલે પ્રતિબંધોને લઈને કોર કમિટિની બેઠકમાં આ નિર્ણયો લીધા….

Abhayam

તમે કાર દ્વારા પણ 1.50 લાખ રૂપિયા સુધીનો ઈન્કમ ટેક્સ બચાવી શકો છો

Vivek Radadiya