Abhayam News
AbhayamGujarat

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

Meteorologist Ambalal Patel's forecast

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી Weather expert forecast: રાજ્યના હવામાનને લઈને હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે તેમણે આગાહી કરતા કહ્યું છે કે, આગામી દિવસોમાં 24 નવેમ્બરને 2023થી દક્ષિણમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બાકીના નક્ષત્રોની અસરો ગુજરાત પર થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે

તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુબંઈ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. 

28 નવેમ્બરથી માવઠાની અસર ઓછી થશે: અંબાલાલ
અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનથ અને વેરાવળ, જામનગરમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણના ભાગોમા પણ વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદનું માવઠું ભારેથી અતિભારે પણ વરસી શકે છે.

તેમણે કહ્યું કે, શિયાળામાં ચોમાસા જેવો વાતાવરણ છવાઈ જશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યાતા છે. તેમણે ઉમેર્યું કે, આ માવઠાની અસર 26 અને 27ના દિવસે ભારે રહેશે તેમજ તારીખ 28 નવેમ્બરથી અસર ઓછી થઈ જશે.

હવામાન વિભાગની આગાહી
25 નવેમ્બરથી પૂર્વીય પવનો સાથે નવી પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હવામાન બદલાશે. 24મી નવેમ્બરથી એટલે કે આજથી 27મી નવેમ્બર સુધી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ,

ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે
હવામાન વિભાગે કહ્યું છે કે 26 નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં અને તેની આસપાસ લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના છે. આજના હવામાન વિશે વાત કરીએ તો સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આજે કેરળ, તમિલનાડુ અને દક્ષિણ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણાના ભાગો, કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના ઉપરના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હી અને એનસીઆરનો હવા ગુણવત્તા સૂચકાંક ગંભીર સ્તરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુરત : ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ હવે હવાઈ યાત્રા મોંઘી થશે

Vivek Radadiya

માલધારી સમાજે AMCનો કર્યો ઘેરાવ

Vivek Radadiya

કોરોના કેસમાં વધારો આરોગ્ય વિભાગ સતર્ક 

Vivek Radadiya