Abhayam News
AbhayamNews

ખેડૂતોના દેવામાફી પર મોટા સમાચાર, 17 લાખ કરોડનું દેવું માફ થશે કે નહીં?

ગુજરાતનાં કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે જે કુલ થઈને રૂ 90695 કરોડ થાય છે. એવામાં આગામી ચૂંટણીમાં ખેડૂતોનાં દેવામાફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે.

કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આવક બે ગણી કરવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર આ વાત ઘણી વાર કહી ચૂક્યા છે કે દેશના ખેડૂતોની આવક બે ગણી કરવા માટે અમે તન મન ધનથી મહેનત કરી રહ્યા છીએ. પણ આ બધા વચ્ચે ખેડૂતો સાથે વાત થાય, તેમને લાભ થાય અને દેવા માફનો પ્રશ્નના ઉઠે એ વાત ઘણી ઓછી થાય છે.

તમિળનાડુ – 189623.56 કરોડનું દેવું
આંધ્રપ્રદેશ – 169322.96 કરોડની લોન
ઉત્તરપ્રદેશ- 155743.87 કરોડની લોન
મહારાષ્ટ્ર – 153658.32 કરોડનું દેવું
કર્ણાટક – 143365.63 કરોડનું દેવું

હવે આ મુદ્દો સાંસદમા પણ ઉઠ્યો અને કેન્દ્ર સરકારને સવાલ પૂછવામાં આવ્યો કે શું સરકાર ખેડૂતોના દેવાને માંગ માફ કરવાનું વિચારી રહી છે? આ સવાલના લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી ભાગવતે કહ્યું કે ખેડૂતોના દેવાને માફ કરવાને લઈ હાલ કેન્દ્ર સરકાર કઈ પણ વિચાર કરી નથી રહી. નાબાર્ડના એક આંકડા મુજબ દેશના ખેડૂતો પર હાલ 16.8 લાખ રૂપિયાનું દેવું છે. આ બધા જ રાજ્યોમાં સૌથી ઉપર તમિલનાડુ છે. તમિલનાડુના ખેડૂત પર 1.89 લાખ કરોડનું દેવું છે.

તામિલનાડુ – 1,64,45,864 એકાઉન્ટ્સ પર દેવું
ઉત્તરપ્રદેશ – 1,43,53,475 એકાઉન્ટ્સ પર દેવું
આંધ્રપ્રદેશ – 1,20,08,351 એકાઉન્ટ્સ પર દેવું
કર્ણાટક – 1,08,99,165 એકાઉન્ટ્સ પર દેવું
મહારાષ્ટ્ર – 1,04,93,252 એકાઉન્ટ્સ પર દેવું

દમણ અને દીવ – 1857 એકાઉન્ટસ પર દેવું
લક્ષદ્વીપ – 17873 એકાઉન્ટસ પર દેવું
સિક્કિમ – 21208 એકાઉન્ટસ પર દેવું
લદ્દાખ – 32902 એકાઉન્ટસ પર દેવું
દિલ્હી – 32902 એકાઉન્ટ્સ પર દેવું

હાલમાં જ પંજાબ સરકારે ખેડૂતોના 590 કરોડ રૂપિયાના દેવાને માફ કરવાની જાહેરાત કરી છે. આ દેવામાફી શ્રમિકો અને ભૂમિહીન કૃષક સમુદાય માટે કૃષિ દેવા માફી યોજના હેઠળ જાહેરાત કરાઈ હતી. ઉલ્લેખનીય પંજાબમાં આ યોજના હેઠળ અત્યાર સુધી 5.64 લાખ ખેડૂતોના 4624 કરોડ રૂપિયાની દેવામાફી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેટલાંક અન્ય રાજ્યોમાં પણ ખેડૂતોના દેવા માફીની પણ વાત કરવામાં આવી છે.

દમણ અને દીવ – 40 કરોડનું દેવું
લક્ષદ્વીપ – 60 કરોડનું દેવું
સિક્કિમ – 175 કરોડનું દેવું
લદ્દાખ – 275 કરોડનું દેવું
મિઝોરમ – 554 કરોડનું દેવું

સૌથી વધારે દેવું તમિલનાડુનાં ખેડૂતો પર

નોંધનીય છે કે નાબાર્ડ અનુસાર દેશના 16.8 લાખ ખેડૂતોનાં માથે દેવાનો બોજ છે. દેશમાં સૌથી વધારે દેવાદાર ખેડૂતો તમિલનાડુનાં છે જ્યાં ખેડૂતોનાં માથે 1.89 લાખ કરોડ રૂપિયાનું દેવું છે..

નોંધનીય છે કે ભારતમાં ખેડૂતોની દેવામાફી અનેક વાર ચૂંટણીમાં મોટો મુદ્દો બનતો હોય છે ત્યારે એક તરફ જ્યાં કેન્દ્ર સરકાર અત્યારે કોરોના વાયરસ મહામારી અને મોંઘવારીનાં મુદ્દાઓ પર ઘેરાઈ છે ત્યાં વિપક્ષ આ મુદ્દા પર પણ સરકાર પર હુમલો કરે તેવી શક્યતા છે.

ગુજરાતનાં ખેડૂતો પર 90 હજાર કરોડનું દેવું
ગુજરાતનાં કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે જે કુલ થઈને રૂ 90695 કરોડ થાય છે. એવામાં આગામી ચૂંટણીમાં ખેડૂતોનાં દેવામાફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ જગ્યાએ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં : આટલા લોકોના મોત થયા ..

Abhayam

guinness world record માં સામેલ થયું શોનું નામ

Vivek Radadiya

સાવધાન! QR Code સ્કેન દ્વારા પણ થાય છે મોટા ફ્રોડ

Vivek Radadiya