Abhayam News
AbhayamNews

આપના સભ્યોના ત્રીજા દિવસે ઉપવાસ યથાવત

  • ભાજપના સભ્યોને 22 લાખ.
  • આપના સભ્યોને માત્ર 2 લાખ રૂપિયા ફાળવાયાના મુદ્દે વિરોધ પ્રદર્શન.
  • આપના સભ્યોના ત્રીજા દિવસે ઉપવાસ યથાવત.
  • હોદ્દેદારો પણ ઉપવાસ પર ઉતર્યા.
  • અન્ન બાદ જળ ત્યાગની ચીમકી.

કામરેજ તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ ફાળવણી મુદ્દે ઉપવાસ આંદોલન ત્રીજા દિવસે પણ શરૂ છે. કામરેજ તાલુકા પંચાયતની બેઠકમાં ચાર કરોડ 60 લાખ રૂપિયાના કામો કરવા માટેનો નિર્ણય કરાયો છે. 

જેમાં દરેક તાલુકા પંચાયતના સભ્ય દીઠ 22 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ કામરેજ તાલુકાની કુલ બેઠકોમાં બે બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના સભ્યો ચૂંટાયા છે. કામરેજ- 2 તાલુકા અને આંબોલી તાલુકા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીના સભ્ય ચૂંટાયા છે.જેની સાથે અન્યાય થતો હોવાની રાવ સાથે આપના સભ્યો ઉપવાસ પર યથાવત છે.

કામરેજ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. તમામ તાલુકા પંચાયતના ભાજપના સભ્યોને એક સરખી ગ્રાન્ટ આપવામાં આવી છે, જ્યારે આમ આદમી પાર્ટીના સભ્યો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

જેને પરિણામે આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્ય અને સંગઠનના કેટલાક હોદ્દેદારો ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. કામરેજ તાલુકા પંચાયત સભ્ય જેડી કથીરિયા, સુરત જિલ્લા પ્રમુખ બટુક વડોદરિયા સહિતના કેટલાક હોદ્દેદારો છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ ઉપર છે.

સુરત જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ બટુક વડોદરિયા જણાવ્યું કે, અમે છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ ઉપર છીએ. છતાં, તાલુકા પંચાયતના ભાજપના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી.જો ભાજપના તાલુકા પંચાયતના સભ્યોને 22 લાખ રૂપિયા આપવામાં આવતા હોય તો અમને માત્ર બે લાખ માટે આપવામાં આવી રહ્યા છે. તેમજ આંબોલી તાલુકા પંચાયતના સભ્યને માત્ર 12 લાખ રૂપિયા કેમ આપવામાં આવ્યા છે.

તે અંગે તેઓ કોઇ સ્પષ્ટતા કરતા નથી. આજે અમારા હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને અમને ન્યાય મળે તેની રજૂઆત કરવામાં આવી છે. જો કોઈ પગલાં નહીં લેવાય તો આવતીકાલથી અમે જળત્યાગ કરવાના છીએ અને અમને કંઈ પણ થાય તો તેની જવાબદારી વહીવટીતંત્રની અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના લોકોની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કોચીન શિપયાર્ડ લિમિટેડના શેરે છેલ્લા 5 દિવસમાં 8.38 ટકાનું રિટર્ન

Vivek Radadiya

અમદાવાદ, મુંબઈ સહિત 40 સ્થળોએ દરોડા

Vivek Radadiya

8 વર્ષનો બાળક કરોડપતિ બનતા-બનતા રહી ગયો

Vivek Radadiya