Abhayam News
AbhayamNews

ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાવાનો સિલસિલો યથાવત…..

સુરત માં આમ આદમી પાર્ટી નો સામનો અગામી ચુંટણી કરવો ભાજપ માટે બની શકે છે મુશ્કેલ .એક જ દિવસ માં ભાજપ ના ૪૦૦ કાર્યકર્તા એ ધારણ કર્યો આમ આદમી પર્ત્ય નો ખેસ. એક જ મહિના માં ભાજપ ના ૧૦૦૦ કાર્યકર્તા જોડાયા ભાજપ માંજે ભાજપ ને અગામી ચુંટણી માં મુશ્કેલી સાબિત કરી શકે છે.

ભાજપના ગઢ સમાન અડાજણ-રાંદેરમાંથી 400 કરતાં વધુ કાર્યકર્તાઓ ‘આપ’માં જોડાયા.છેલ્લા દોઢ મહિના માં ૧૦૦૦ કાર્યકર્તા એ ઝાડું નો ખેસ કર્યો ધારણ.ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાવાનો સિલસિલો યથાવતસુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા ભાજપમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની પકડ નબળી પૂરવાર થઈ રહી છે. અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે અડાજણ-રાંદેરમાંથી 400 કરતાં વધુ ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલના સુરતમાંથી છેલ્લા દોઢ મહિનામાં 1000 જેટલા ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે.

.પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના કેટલાક અગ્રણીઓ જોડાયા હતા. 400 કરતા વધુ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તાજેતરમાં જ અડાજણ વિસ્તારની હિમગીરી સોસાયટીની બહાર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ વિસ્તાર મેયરનો વિસ્તાર છે અને તેમાં જ હવે ધીરે ધીરે ભાજપ તરફે લોકોનો રોષ વધી રહ્યો છે.

ભાજપના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સાથે આ બાબતે પૂછવામાં આવે છે ત્યારે તેઓ એક જ વાત કરતા હોય છે. અમે કાર્યકર્તાઓને મળીશું તેઓની નારાજગી શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું અને તેમને સમજાવવાનો પણ પ્રયત્ન કરીશું. જોકે અત્યાર સુધીમાં કોર્પોરેશનના ઇલેક્શન બાદ ભાજપના અને કાર્યકર્તા અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે તેમને પરત લાવવા માટેના કોઈ પ્રયાસ થયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલનો મહત્વનો નિર્ણય..

Abhayam

ગુજરાતમાં આ તારીખ થી લાગી શકે છે સંપૂર્ણ લોકડાઉન…

Abhayam

અમદાવાદમાં હિટ એન્ડ રન: બેફામ રસ્તા પર સૂતા શ્રમજીવીઓ પર કાર ફરી વળી….

Abhayam