Abhayam News
AbhayamSocial Activity

જુઓ:-રાજકોટમાં સ્થળાંતર સમયે આ પોલીસે માનવતા મહેકાવી…

ગુજરાત પર તાઉતે વાવાઝોડાનું સંકટ આવ્યુ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું અથડાયુ છે. જેના કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સોમવારે મોડી રાત્રે જ રાજ્ય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વાવાઝોડાની અસરના પગલે અગાઉથી તંત્ર દ્વારા પાણી પહેલા પાળ બાંધવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી અને જિલ્લા વહીવટી તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.

રાજકોટમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના સ્થળાંતરની કામગીરી ચાલી રહી હતી. તે સમયે એક પોલીસ જવાનની માનવતા સામે આવી હતી. જેમાં ચાલી ન શકતા વૃદ્ધાને એક પોલીસ જવાને તેની પીઠ પર ઊંચકીને સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા હતા.

રિપોર્ટ અનુસાર રાજકોટ પોલીસ દ્વારા રાજકોટના પડધરીમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ હયુ. જસમત અને સુભાષ ડાભી નામના બે પોલીસ જવાનો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન એક મોટી ઉંમરના વૃદ્ધા ચાલી શકતા ન હતા. તેથી આ બે પોલીસ જવાનમાંથી એક પોલીસકર્મીએ વૃદ્ધાને પોતાની પીઠ પર ઉંચકી લીધા હતા અને વૃદ્ધા સહિત નાના બાળકો, પુરુષો અને મહિલાઓને સુરક્ષિતથી સ્થળ પર ખસેડ્યા હતા. તો બીજી તરફ વાવાઝોડાના કારણે રસ્તા પર કેટલાક વૃક્ષો પડી જતાં ગોંડલ નજીક ચાર પોલીસકર્મીએ રસ્તા પરથી વૃક્ષોને હટાવીને રસ્તો સાફ કર્યો હતો. આ ઘટના ગોંડલ શિવરાજગઢ રોડની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસકર્મી જીતેન્દ્રસિંહ વાળા, શક્તિસિંહ જાડેજા, રૈયા ખીંટ અને સંજય મકવાણાએ રસ્તો સાફ કર્યો હતો.

તો બીજી તરફ વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અકસ્માતોની સંખ્યાને નિવારી શકાય તે માટે રાજકોટમાં અલગ-અલગ જગ્યા પર લગાડવામાં આવેલા 7 હજાર કરતાં વધારે સાઇનબોર્ડ અને બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા અને રાજકોટમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા 1080 લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યુ હતું.

તો બીજી તરફ વાવાઝોડાની અસરને લઈને કોઈ લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વોર્ડ ઓફિસર, એન્જિનિયર, ટેક્સ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા અલગ-અલગ વિભાગના અધિકારીઓ સાથે અલગ-અલગ વિસ્તારમાં રાઉન્ડ લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમના જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે જમવાની વ્યવસ્થા કરવા માટે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ તંત્રને સહયોગ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

આણંદ જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ 

Vivek Radadiya

મહારાષ્ટ્રમાં વિધાનસભા ભાજપના આટલા ધારાસભ્યો 1 વર્ષ માટે સસ્પેંડ.:-જાણો કારણ..

Abhayam

ટાટા મોટર્સ માટે મોટી રાહતના સમાચાર 

Vivek Radadiya