મહાનગર અમદાવાદમાં સૌથી મોટુ સ્ટેડિયમ બન્યા બાદ સ્પોર્ટ્સ ક્ષેત્રે વિકાસના કામ થઈ રહ્યા છે. પણ અમદાવાદ કોર્પોરેશન હસ્તક રહેલા 16 જેટલા પ્લોટની હરાજીથી એક મોટી આવક ઊભી થવાની હતી. જેના પર એક મોટી બ્રેક લાગી ચૂકી છે. ખાસ વાત તો એ છે કે, આ પ્લોટ પૈકી એક પ્લોટનું વેચાણ પણ થઈ ગયું હતું. જે પછીથી રદ્દ કરી દેવામાં આવ્યું છે.

વર્ષ 2036માં ઓલિમ્પિકનું આયોજન ભારતમાં થવાનું છે. એટલે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા તમામ મોટા પ્લોટની જરૂરિયાત ઊભી થશે. એટલા માટે અમદાવાદ કોર્પોરેશને આવા પ્લોટની હરાજી કરવાનું નક્કી કર્યું હતું. જે હવે મોકુફ રખાયું છે. આ મામલે સ્ટેડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું કે, અમદાવાદની પ્રજાના હીત અને વર્ષ 2036ને ધ્યાને લઈને પ્લોટના વેચાણ હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. આ પહેલા કોર્પોરેશન તરફી બોડકદેવ વિસ્તારમાં આવેલી ટીપી સ્કિમ 50ના પ્લોટ હરાજી ઓનલાઈન કરવામાં આવી હતી.

જે પ્લોટની એપસ્ટ વેલ્યુ કુલ રૂ.1,88,000 પ્રતિ ચોરસ મીટર નક્કી કરવામાં આવી હતી. આમાંથી તંત્રને રૂ. 188300નો ભાવ મળ્યો હતો. નક્કી થયેલા ભાવ કરતા તંત્રને વધારે ભાવ મળ્યા છે. એટલે કુલ અંદાજ કરતા ચોવીસ લાખથી વધુની રકમ વધુ મળી હતી. પણ આ સોદો પણ હવે રદ્દ કરી દેવામાં આવ્યો છે. જોકે, આ રદ્દ થવા પાછળનું કારણ તંત્રના કોઈ જવાબદાર અધિકારીએ સ્પષ્ટ કર્યું નથી. મહત્ત્વનું છે કે, મોટાભાગના પ્લોટનો ઉપયોગ રેસિડેન્સ માટે થવાનો હતો. જેની સામે તંત્રને આવક પણ મોટી થવાની હતી. જોકે, ક્યા કારણોસર આ નિર્ણય લેવાયો એ સામે આવ્યું નથી. જોકે, અમુક પ્લોટ પર કોમર્શીયલ ઈમારતો પણ તૈયાર થવાની હતી.

ટીપી સ્કીમ | એરિયા (ચો.મીમાં) | હેતુ | તંત્ર દ્વારા નક્કી કરેલ (તળિયાનો ભાવ પ્રતી ચો.મી) |
37 થલતેજ | 1098 | સેલ ફોર રેસિડેન્સ | 14000 |
37 થલતેજ | 9822 | સેલ ફોર રેસિડેન્સ | 177800 |
38 થલતેજ | 2293 | સેલ ફોર રેસિડેન્સ | 121000 |
50 બોડકદેવ | 12833 | સેલ ફોર રેસિડેન્સ | 188000 |
50 બોડકદેવ | 7577 | સેલ ફોર કોમર્શીયલ | 228000 |
50 બોડકદેવ | 8060 | સેલ ફોર કોમર્શીયલ | 188000 |
50 બોડકદેવ | 3469 | સેલ ફોર કોમર્શીયલ | 188000 |
101 નિકોલ | 3337 | સેલ ફોર રેસિડેન્સ | 70000 |
103 નિકોલ | 4435 | સેલ ફોર રેસિડેન્સ | 70000 |
113 વસ્ત્રાલ | 3141 | સેલ ફોર રેસિડેન્સ | 72000 |
113 વસ્ત્રાલ | 3153 | સેલ ફોર રેસિડેન્સ | 72000 |
113 વસ્ત્રાલ | 9778 | સેલ ફોર રેસિડેન્સ | 62000 |
121 નરોડા-હંસપુરા-કઠવાડા | 7104 | સેલ ફોર રેસીડેન્સ | 62000 |
121 નરોડા-હંસપુરા-કઠવાડા | 2865 | સેલ ફોર રેસીડેન્સ | 62000 |
121 નરોડા-હંસપુરા-કઠવાડા | 14103 | સેલ ફોર રેસીડેન્સ | 62000 |
109 હંસપુરા-મુઠીયા-બીલીસીયા | 9403 | સેલ ફોર રેસીડેન્સ | 62000 |
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…