તૌક્તે વાવાઝોડું ગઈ રોજ ના રાતે ઉના પાસે ગુજરાતના દરિયે કિનારે ત્રાટક્યું હતું. આ સાથે જ વાવાઝોડાના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહીનો મચી ગયેલી જોવા મળી રહી છે.

સુરતમાં રિક્ષા પર પડ્યું વૃક્ષ
તેની સોથી વધુ અસર સૌરાષ્ટ્રના ગામ માં જોવા મળી છે. ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં.

ઉનામાં વૃક્ષ પડતાં લક્ઝુરિયસ કારનો કચ્ચરઘાણ
ગઈકાલે રાત્રે દીવ થી થોડે દુર ગુજરાતની જમીન પર ત્રાટકેલું તૌક્તે વાવાઝોડું પોતાના વિકરાળ સ્વરૂપથી નુકસાની વેરી રહ્યું છે. આ વાવાઝોડું દીવથી 10 કિલોમીટર દૂર ટકરાયું. વાવાઝોડાનું કેન્દ્ર દીવથી 35 કિલોમીટર ઇસ્ટ-સાઉથ ઇસ્ટમાં છે.

સુરતના ચોક બજારમાં આવેલા રૂમાની મંજિલના બીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો
મોટા ભાગના રસ્તાઓ પર મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયાં હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જ્યારે વીજપોલ પડવાને કારણે ઘણા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. અત્યાર સુધીમાં જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડું ટકરાયા બાદ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

ઉનામાં ભારે પવનને કારણે રસ્તાઓ પર આવી ગઈ ચીજવસ્તુઓ
ગુજરાત માં 23 વર્ષ બાદ ભયંકર તૌક્તે વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. તૌક્તે વાવાઝોડું રાત્રે 9.30 વાગે પ્રચંડ ઝડપે ઉના ખાતે ટકરાયું, 5 જિલ્લામાં ભારે વરસાદ, 133ની કિમીએ પવન ફૂંકાયો હતો.

ઉનામાં વૃક્ષ પડતાં લક્ઝુરિયસ કારનો કચ્ચરઘાણ
અમદાવાદ-સુરત એરપોર્ટ, બસ સેવા બંધ, સૌરાષ્ટ્ર જતી ટ્રેનો 21મી સુધી બંધ કરવામાં આવી છે. ઉનામાં 350 વૃક્ષો પડ્યા, ઉનામાં 7 અને ઉમરગામમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉનામાં કાર પર વૃક્ષ પડતાં કચ્ચરઘાણ
સૌરાષ્ટ્રના સાગર કિનારાના મહુવાથી પીપાવાવ – જાફરાબાદ – રાજુલા – ઉના – દીવ – કોડીનાર વેરાવળ – સોમનાથ સુધીના દરિયાઇપટ્ટામાં જ વધુ અસર જોવા મળી છે. પવનની ઝડપ વધુમાં વધુ 150 કિમી – પ્રતિકલાક જાફરાબાદ – રાજુલા – ઉના – દીવ પંથકમાં જણાઇ. આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વૃક્ષો તૂટી પડ્યાં છે.

જેતપુરના કાગવડ પાસે આવેલ વોટર પાર્કમાં પતરા ઉડ્યા
કાચાં મકાનોને નુકસાન થયું છે. બાકી મોટી કોઇ ખુવારી કે નુકસાન થયું નથી. રાજુલામાં ૧૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો. વેરાવળ દીવ હાઇવે બ્લોક થયા. સેનાના જવાનો પડી ગયેલા વૃક્ષો હટાવીને હાઇવે ખુલ્લો કર્યાં.

ઉનામાં વીજપોલ ધરાશાયી
સૌથી વધારે ઝડપ જાફરાબાદ અને પીપાવાવમાં 185 કિલોમીટર પ્રતિ કલાકની હતી. તૌકતે વાવાઝોડાએ ગુજરાતના દરિયા કાંઠે તબાહી સર્જી હતી. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના ચોરવાડ શહેરમાં નારીયેળીનું ઝાડ પડતા 2 માળનું મકાન ધરશાહી થયું છે.

ભારે પવન સાથે વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વિનાશક વાવાઝોડાથી સર્જાયેલા તબાહીના ભયંકર મંજરો સામે આવી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયાના અહેવાલ છે. મોબાઈલ ટાવર ધરાશાયી થવાના કારણે જાફરાબાદના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ઉનામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉના શહેરમાં ઈલેક્ટ્રિક ટીસી તૂટી પડ્યું.
તૌક્તે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશીને પોતાની તાકાત દેખાડી રહ્યું છે. અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે.


આ તબાહી દરમિયાન બોટાદના કૃષ્ણસાગર તળાવ પાસે ઝૂપડામાં રહેતા એક પરિવારને મોડી રાત્રે સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. અગાઉ સૂચના આપવા છતાં પરિવાર સલામત જગ્યા પર ગયો ન હતો. બોટાદ ડી.વાય.એસ.પી. રાજદીપ નકુમને આ માહિતી મળતા ટીમ સાથે પહોંચી પરિવારને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.

ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે. સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે.

તૌક્તે વાવાઝોડાની વેરાવળમાં ભારે અસર જોવા મળી છે. ગઈકાલે રાતથી શરૂ થયેલા ભારે પવનને કારણે અનેક જગ્યાઓએ મંડપ સહિત પતરાંઓ ઉડી ગયા હોય તેવી ઘટનાઓ બની છે. આ ઉપરાંત બાયપાસ રોડ ઉપર પણ અનેક વૃક્ષ જમીનદોસ્ત થયા છે. જેને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે.

રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

તૌક્તે વાવાઝોડાની સૌરાષ્ટ્રમાં ભારે અસર જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે વીજપોલ તૂટી પડવાની ઘટના બની છે. તો ક્યાંક સોલાર પેનલ પણ તૂટી પડી છે. જાફરાબાદમાં મોબાઈલ ટાવર તૂટી પડ્યો છે. તો દીવના બસ સ્ટેન્ડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હાલ એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. હજી આજે પણ ભાવનગર, ગીર, જુનાગઢ, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉના દીવમાં 300 થી વધુ વૃક્ષો ધારાશાહી થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે.