રાજકોટમાં સનાતન સ્વરાજ નામની સંસ્થાએ લગાવ્યા પોસ્ટર રાજકોટ શહેરના 100થી વધારે મંદિરોમાં પોસ્ટર લાગાવવામાં આવ્યા છે. મંદિરમાં પ્રવેશને લઇને ડ્રેસકોડને લઈને પોસ્ટર લગાવાયા છે. મંદિરમાં કેપ્રી,બરમુડા,સ્લીવલેસ અને ફાટેલા જીન્સ ન પહેરવાની સૂચના લખવામાં આપવામાં આવી છે.તો મિનિ સ્કર્ટ પહેરનારને પણ મંદિરમાં પ્રવેશ નહીંના સનાતન સ્વરાજ નામની સંસ્થાએ પોસ્ટર લગાવ્યા છે.
મંદિરમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવાની અપીલને લોકોએ પણ આવકારી છે. મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓએ પણ કહ્યું કે મંદિરમાં ટૂંકા વસ્ત્રો ન જ પહેરવા જોઇએ. શહેરીજનોએ પણ મંદિરની ગરિમા જળવાઇ રહે તે માટે સંસ્થાના નિર્ણય ગણાવ્યો છે.
આ બાબતે સનાતન સ્વરાજ નામની સંસ્થાએ જણાવ્યું હતું કે, રાજકોટનાં 100 જેટલા મંદિરોમાં પોસ્ટર લગાવવામાં આવેલ છે. અમે 100 થી 150 જેટલા પોસ્ટર છપાવ્યા હતા. હજુ અમારૂ કાર્ય ચાલુ જ છે. અમારી એક માંગ છે કે રાજકોટનાં હિન્દુ સંગઠનનાં મિત્રો એક સાથે મળીને આ કાર્ય કરવામાં આવ્યું છે. કોઈ પણ મંદિર હોય ટૂંકા કપડા પહેરીને અંદર તમે ન જાઓ.
રાજકોટમાં સનાતન સ્વરાજ નામની સંસ્થાએ લગાવ્યા પોસ્ટર
કપડાનો અમારે કોઈ વિરોધ નથી. તમે બહાર જાઓ એટલે પહેરો કપડા. મંદિરની અંદર જાઓ એટલે મંદિરની ગરીમા જળવાઈ રહે તે અમારો હેતુ છે. એટલે અમે પોસ્ટર લગાવીએ છીએ. તેમજ બહેનો તથા ભાઈઓને વિનંતી કરીએ છીએ કે, રાજકોટનાં જે આપણા મંદિર છે તે તમામ મંદિરનાં ટ્રસ્ટ્રીઓ તેમજ પૂજારીઓનો પણ સારો એવો સપોર્ટ મળ્યો છે.
આ બાબતે દર્શનાર્થીએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ સારો નિર્ણય છે. મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવાથી મંદિરની મર્યાદાઓ રહેતી નથી. મર્યાદાઓ જાળવવી ખૂબ જ જરૂરી છે. આપ વ્યવસ્થિત મંદિરમાં આવો. ભગવાનને પ્રાર્થના કરો. આપણી જે સંસ્કૃતિ છે તેની મર્યાદા જાળવો. એવી લોકોને અપીલ છે. અમે આ નિર્ણયને ખૂબ જ વધાવીએ છીએ. ત્યારે ટૂંકા વસ્ત્રો પહેરીને લોકોએ ન આવવા અમારી અપીલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે