Abhayam News
AbhayamTechnology

આ છે ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પોલેરીમેટ્રી મિશન

This is India's first and world's second polarimetry mission

આ છે ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પોલેરીમેટ્રી મિશન ભારત એક બાદ એક સફળતાના શિખરો સર કરી રહ્યું છે. એ પછી આકાશમાં હોય કે પાતાળમાં, ત્યારે હવે ચંદ્રયાન અને આદિત્ય એલ-1 બાદ વધુ એક શોધ તરફ ભારત આગળ વધી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું પ્રથમ પોલેરીમેટ્રી મિશન લોન્ચ કરવાની વાત કરવામાં આવી હતી. હવે ઈસરોના વૈજ્ઞાનિકોએ તેની તારીખ જાહેર કરી છે. આ ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પોલેરીમેટ્રી મિશન છે જે બ્લેક હોલ અને અન્ય ખગોળીય રહસ્યોને ઉકેલશે.

This is India's first and world's second polarimetry mission

ભારત ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1ની સફળતા બાદ ISRO હવે બ્લેક હોલના રહસ્યો શોધી કાઢવા માટે કવાયત હાથ ધરી રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દેશમાં આ પ્રકારનું પ્રથમ અને વિશ્વનું બીજું મિશન હશે જે અન્ય ખગોળીય ઘટનાઓ સાથે બ્લેક હોલ વિશેની માહિતી એકત્ર કરશે. અત્યાર સુધી માત્ર નાસા જ આવું મિશન લોન્ચ કરી શક્યું છે.

ભારતના આ મહત્વાકાંક્ષી મિશનનું નામ છે એક્સ-રે પોલેરીમેટ્રી, તે એક પ્રકારનો ઉપગ્રહ છે જે વિવિધ પ્રકારના ખગોળીય સ્ત્રોતો વિશે જાણકારી મેળવશે. આ સાથે બે પેલોડ POLIX અને XSPECT પણ જશે. આ મિશન પર લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું. ઈસરોના ચીફ એસ સોમનાથે પોતે જાહેરાત કરી હતી કે આ મિશન વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે.

This is India's first and world's second polarimetry mission

ક્યારે લોન્ચ કરવામાં આવશે મિશન

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું આ પ્રથમ મિશન આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવાની વાત કરવામાં આવી રહી છે. હવે ઈસરોના વૈજ્ઞાનિકોએ તેની તારીખ જાહેર કરી છે. એક રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ મિશન 28 ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરવામાં આવશે.

શું છે મિશનનો હેતુ ?

વૈજ્ઞાનિકોના મતે, આ મિશનનો હેતુ એક્સ-રે સ્ત્રોત અને ધ્રુવીકરણની તપાસ કરવાનો છે. તે ખગોળશાસ્ત્રના રહસ્યોને ઉકેલવા સાથે સમયના ડોમેન અભ્યાસ અને સ્પેક્ટ્રોસ્કોપી પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ભારત માટે ખૂબ જ વિશેષ બની રહેશે.

This is India's first and world's second polarimetry mission

XPoSat મિશનથી શું થશે?

ભારતનું એક્સ-રે પોલેરીમેટ્રી મિશન ઘણું ખાસ સાબિત થશે, ઈસરોની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ મિશન ન્યુટ્રોન સ્ટાર્સ, ગેલેક્ટીક ન્યુક્લી, પલ્સર વિન્ડ નેબ્યુલા અને બ્લેક હોલ જેવા ખગોળીય રહસ્યોને ઉકેલશે. આ ઉપરાંત, તે ધ્રુવીકરણની ડિગ્રી અને ધ્રુવીકરણના કોણ અને અન્ય આવી પ્રક્રિયાઓને સમજવામાં પણ મદદ કરશે, જેથી ભારત એવી માહિતી મેળવી શકે જે અત્યાર સુધી મળી નથી.

This is India's first and world's second polarimetry mission

બે પેલોડ્સ સાથે રહેશે

ઈસરોના આ મિશનથી ભારતીય ખગોળશાસ્ત્રીઓની મુશ્કેલીઓ ઘણી હદ સુધી ઓછી થશે. આ સાથે બે પેલોડ મોકલવામાં આવશે. આમાં POLIX ધ્રુવીકરણના પરિમાણોને માપવાનું કામ કરશે. આ સિવાય તેમની ડિગ્રી અને એંગલ પણ જોવામાં આવશે. આ ઉપરાંત, XSPECT (એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી અને ટાઈમિંગ) પેલોડ 0.8-15 keV ની ઊર્જા શ્રેણીમાં સ્પેક્ટ્રોસ્કોપિક માહિતી પ્રદાન કરશે. તે યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરના સહયોગથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. જો કે, તેનું પ્રાથમિક પેલોડ પોલિક્સ રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

IPL: 2 નવી ટીમોની થશે એન્ટ્રી, આ ટીમો રેસમાં છે…..

Abhayam

ઈલોન મસ્કનું X થયું ડાઉન

Vivek Radadiya

માતા પિતાનું સપનું પૂરું કરવા બન્યા ડોકટર.. જાણો એમની અદભુત સેવા..

Abhayam

2 comments

Comments are closed.