કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. આજે અમિત શાહ ગુજરાત મુલાકાતે આવવાના છે આ બે દિવસનો પ્રવાસ અત્યંત મહત્વ પૂર્ણ માનવામાં આવે છે આ દિવસો દરમિયાન અમિત શાહ તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે સાથે સંગઠનના મોટા નેતાઓ સાથે બેઠક યોજી શકે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
અમિત શાહ અમદાવાદ તેમજ ગાંધીનગરમાં બનેલા ઓવર બ્રિજનું ઉદ્ધાટન કરશે તેમજ કલોલના APMCનું લોકાર્પણ કરશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમિત શાહને કલોલ ખાતે APMCના લોકાર્પણ કરવા માટે પણ આગ્રહ કર્યો હતો જેને લઈ અમતિ શાહ લોકાર્પણ કરવાના છે આ તમામ કાર્યક્રમો બાદ અમિત શાહ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિકાસના કાર્યોની સમીક્ષા કરશે ત્યારબાદ 22 તારીખે ચાર વિધાનસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
ગૃહમંત્રી અમિત શાહ વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરનાર છે જેમાં વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રીજનું પણ લોકાપર્ણ કરનાર છે. સાથે જ તે જ દિવસે ખોડીયાર કન્ટેનર ડેપો ફ્લાયઓવર બ્રીજનું પણ લોકાર્પણ કરશે અને ત્યાર બાદ નવનિર્મિત રેલવે ઓવરબ્રીજ તેમજ પાનસર છત્રાલ રેલવે ઓવરબ્રીજનું પણ લોકાર્પણ કરનાર છે.અમિત શાહ 21 જૂને કલોક APMCના નવા મકાનનું પણ લોકાર્પણ કરશે તેમજ કોલવડા અને રૂપાલ ખાતે વેક્સિનેશન કેન્દ્રની મુલાકાતે પણ લેશે
કેન્દ્રિય ગૃહપ્રધાન ફરી એકવાર ગુજરાત પ્રવાસે….
અમિત શાહ વિવિધ પોજેક્ટોનું કરશે લોકાર્પણ…
અમિત શાહ વિકાસના કાર્યોની સમીક્ષા કરશે….
હવે વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે તેને લઈને પણના આગેવાનો સાથે બેઠકો કરી શકે છે હવે ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે તેમાય કોરોનાની બીજી લહેર હવે પૂરી થવાના આરે છે ત્યારે 21 જૂને ગૃહમંત્રી અમિત શાહ બોડકદેવમાં વેક્સિનેશન કેન્દ્રની મુલાકાત લઈ શકે તેવું મનાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…