રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ ફરીથી કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા લોકોને વેક્સીન લેવાનું કહેવામાં આવી રહ્યું છે. તો ભીડભાડ હોય તેવી જગ્યા પર ન જવા માટે પણ સુચન કરવામાં આવે છે.
રાજ્યમાં કોરોનાના કેસની સાથે-સાથે ઓમીક્રોનના કેસ પણ વધી રહ્યા છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં 170 કરતા પણ વધારે કેસ સામે આવી રહ્યા છે. આ કેસમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારમાં વધારે કેસ સામે આવે છે તે વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવે છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થલતેજ વિસ્તારમાં આવેલા અર્હમ બંગલોને પણ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે. અર્હમ બંગલોના 3 મકાનો માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.
આ મકાનની અંદર 12 લોકો વસવાટ કરી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદ શહેરના ઉત્તર પ્રશ્ચિમ ઝોનમાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 120 પર પહોંચી ગઈ છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ એક્ટીવ થઇ ગયું છે. 25 ડિસેમ્બરના રોજ અમદાવાદના 61 કેસ સામે આવ્યા હતા અને 26 ડિસેમ્બરના રોજ 52 કેસ સામે આવ્યા હતા.
બે દિવસના સમયમાં જ અમદાવાદમાં 100 કરતા વધુ કેસ નોંધાયા છે. તેની સામે બે દિવસમાં માત્ર 22 દર્દી સારવાર લઇને સ્વસ્થ થયા છે. અમદાવાદમાં જેમ-જેમ કોરોનાના કેસ વધતા જાય છે તેમ-તેમ તંત્રની ચિંતામાં વધારો થઇ રહ્યો છે
. એવી પણ માહિતી મળી રહી છે કે, અમદાવાદમાં જે કેસ આવી રહ્યા છે તેમાંથી સૌથી વધુ કેસ ઉસ્માનપુરા, થલતેજ અને ચાંદખેડામાં સામે આવી રહ્યા છે. તેથી આ વિસ્તારોમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માઈકો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યા છે.
ત્યારે ઉસ્માનપુરામાં આવેલી વિદ્યાનગર સોસાયટીને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. આ સોસાયટીના 5 મકાનને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા છે. આ મકાનમાં 17 લોકો વસવાટ કરે છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થલતેજ વિસ્તારમાં આવેલા અર્હમ બંગલોને પણ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે.
અર્હમ બંગલોના 3 મકાનો માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ મકાનની અંદર 12 લોકો વસવાટ કરી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદ શહેરના ઉત્તર પ્રશ્ચિમ ઝોનમાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 120 પર પહોંચી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…