Abhayam News
Abhayam News

મહેશભાઈ સવાણીની ઉપવાસ આંદોલનમાં તબિયત લથડી, 108મા લઈ જવાયા….

હેડ ક્લાર્ક પેપર લીક બાબતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગણી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ અને આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી અમદાવાદની કાર્યાલય પર આમરણાંત ઉપવાસ પર બેઠા હતા.

ત્યારે રાજકીય આગેવાનો દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓના ઉપવાસ આંદોલનને સમર્થન પણ આપવામાં આવ્યું હતું. પણ એકાએક મહેશભાઈ સવાણીની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જણાવ્યું હતું કે, મહેશભાઈ સવાણીનું સુગર ત્રણ દિવસથી ઘટ્યા કરતુ હતું અને આજે જ્યારે તપાસ કરવામાં આવી

ત્યારે જાણવા મળ્યું હતું કે તેમનું સુગર લો થઇ ગયું છે. તેમનું સુગર 70થી ઓછું થઇ જતા ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને બને તેટલું ઝડપથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા જોઈએ અને તેમની તબિયત ખૂબ નાદુરસ્ત થઇ ગઈ હતી. હાલ તેમને SVP હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીના નેતા મહેશભાઈ સવાણીની ઉપવાસ આંદોલન દરમિયાન તેમની તબિયત લથડી હતી. મહેશ સવાણીની તબિયત લથડતા તેમને સારવાર માટે 108ની મદદથી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર હોવાના કારણે તેમનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રૂટીન ચેકઅપ કરવામાં આવી રહ્યું હતું.

ત્યારે આજે તેમનું ચેકઅપ કરતા તેમની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. મહેશભાઈ સવાણીનું બ્લડ પ્રેસર લો હોવાનું જાણવા માટે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં આમ આદમી પાર્ટીની કાર્યાલય પરથી તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટી કાર્યાલય પર કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, ધારાસભ્ય કિરીટ પટેલ અને ધારાસભ્ય જશુ પટેલ મહેશભાઈ સવાણી અને ગુલાબસિંહની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. તે સમયે જ મહેશ સવાણીની તબિયત લથડી હતી…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આ વાત ભાજપના MLA-સાંસદો માને તો ગુજરાતમાં 14000 કરતા વધુ બેડ વધી શકે છે…

Abhayam

હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે- જાણો બીજું શું કીધું….

Abhayam

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો…

Abhayam

Leave a Comment