અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સેહરાએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે સમરસ બોય હોસ્ટેલમાં પહેલી લહેર અને બીજી લહેરમાં આઇસોલેશન કેર સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સેહરાએ સમરસ બોય હોસ્પિટલમાં તૈયાર કરાયેલા આઇસોલેશન કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.અને તૈયારીઓ સમીક્ષા કરી હતી.સાથે ડે કમિશનર આઈ કે પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.વ્યવસ્થાની માહિતી મેળવી હતી.
ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.સ્ટેસ્ટિંગ ડોમની સંખ્યા વધારી દેવામાં આવી છે.
તેમજ આઇસોલેશન કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં આવેલ સમરસ બોય હોસ્ટેલને પહેલી લહેર અને બીજી લહેરમાં આઇસોલેશન કેર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવી હતી.ત્યારે ફરી કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે આઇસોલેશન કેર સેન્ટરને તૈયાર કરવામાં આવ્યું છે.
સમરસ બોય હોસ્ટેલમાં આઇસોલેશન કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે.જેની પાસે આઇસોલેશન થવાની જગ્યા નથી તેવા દર્દીઓને રાખવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સેહરાએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે સમરસ બોય હોસ્ટેલમાં પહેલી લહેર અને બીજી લહેરમાં આઇસોલેશન કેર સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.ત્યારે ફરી કેસ વધી રહ્યા છે.
ત્યારે આઇસોલેશન કેર સેન્ટરને તૈયાર કરી દેવામાં આવ્યું છે.જરૂર પડશે તેમ શરૂ કરાશે.બીજી લહેરમાં ઓક્સિજન જરૂર પડી હતી.જેને ધ્યાને રાખીને ઓક્સિજન બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. 1500 બેડ તૈયાર કરાયા છે જેમાં એક ફ્લોર ઓક્સિજન બેડનો તૈયાર કરવામાં આવ્યો છે 285 ઓક્સિજન બેડ છે.
કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.પરંતુ લોકોએ પણ પોતાની જવાબદારી સમજવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.…..
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…