Abhayam News
AbhayamGujarat

AI સર્વેલન્સ સિસ્ટમ લાગુ પાડનારું અમદાવાદ દેશનું પહેલું શહેર

Ahmedabad is the first city in the country to implement AI surveillance system

AI સર્વેલન્સ સિસ્ટમ લાગુ પાડનારું અમદાવાદ દેશનું પહેલું શહેર આપણા અમદાવાદે દેશમાં એક અભૂતપૂર્વ સિદ્ધ હાંસલ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા આખા શહેરની ચોકી રાખનારું અમદાવાદ દેશનું પહેલું શહેર બની ગયું છે. હજુ સુધી ભારતમાં એક ઠેકાણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા આખા શહેરની દેખરેખ થતી નથી પરંતુ હવે અમદાવાદે આ પહેલ કરી દેખાડી છે. એટલે સરળ શબ્દોમાં કહીએ તો એઆઈ દ્વારા આખા શહેર પર બાજ નજર રાખશે અને નાના-મોટા ગુનાઓ પણ પકડાઈ જશે. જોકે સાથે નાગરિકોને પણ ઘણા લાભ થવાના છે જેમ કે રખડતાં ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે તે ઉપરાંત ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા અને ગંદકીની સમસ્યામાંથી પણ છુટકારો મળશે. 

Ahmedabad is the first city in the country to implement AI surveillance system

અમદાવાદમાં ક્યાં બન્યું એઆઈ સર્વેલન્સ સેન્ટર
અમદાવાદના પાલડીમાં અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-સક્ષમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવાયું છે જ્યાં  બાય 3 મીટરની નોંધપાત્ર સ્ક્રીન લગાડવામાં આવી અને તેના દ્વારા અમદાવાદ અને તેની આજુબાજુના 460 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારની દેખરેખ રાખશે.

AI સર્વેલન્સ સિસ્ટમ લાગુ પાડનારું અમદાવાદ દેશનું પહેલું શહેર

કેવી રીતે કરશે કામ
એઆઈ-સર્વેલન્સ સિસ્ટમમાં લાઇવ ડ્રોન ફૂટેજ, ટ્રાફિક સિગ્નલ અને બસોમાંથી કેમેરા ફીડનો સમાવેશ થાય છે અને આના દ્વારા જ સમગ્ર શહેરની દેખરેખ રાખવામાં આવશે. 

એઆઈ સર્વેલન્સ સિસ્ટમથી કયા કયા કામ થઈ શકશે
એઆઈ સર્વેલન્સ એકીસાથે ઘણા બધા કામ કરી શકવા સક્ષમ છે જે ટ્રાફિક ઉલ્લંઘન પર બાજ નજર રાખશે તે ઉપરાત ગુમ થયેલા લોકોને પણ શોધી શકે છે તેમજ 
શંકાસ્પદ પ્રવૃત્તિઓને ઓળખવાની વાત હોય, આ એઆઇ સંચાલિત સિસ્ટમ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ બંને માટે વરદાનરૂપ બનવાની છે. આ સિસ્ટમમાં એઆઈની ભૂમિકા મહત્ત્વની છે, કારણ કે તે રિયલ ટાઈમમાં આવતા ફૂટેજનું વિશ્લેષણ કરે છે. લાઇવ ફૂટેજ વિશ્લેષણથી માંડીને સંબંધિત માહિતી મેળવવા માટે રેકોર્ડ કરેલા ફૂટેજના કલાકો સુધી, એઆઈ આ કાર્યોને અસરકારક રીતે સંભાળે છે. ઉપરાંત ગેરકાયદેસર પાર્કિંગ, સ્ટોલ, કચરો એકઠો કરવા અને લોકોની બીજી સમસ્યાઓ ઓળખવામાં મદદ કરે છે. 

AI સિસ્ટમનું ઉદાહરણ કયું 
એક નોંધપાત્ર ઉદાહરણ અમદાવાદમાં રખડતા પ્રાણીઓનું અસરકારક સંચાલન છે. એઆઇ કન્ટ્રોલ રૂમે રખડતાં ઢોરની સમસ્યા ઉકેલવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, કારણ કે તેણે રખડતાં પ્રાણીઓને ઓળખી કાઢીને તેને પકડાવવામાં મદદ કરી હતી. 

અમદાવાદના રહેવાસીઓમાં સલામતીની લાગણી
આ એઆઈ-મોનિટરેડ સિસ્ટમના અમલીકરણ પછી અમદાવાદના રહેવાસીઓએ સલામતીની લાગણી અનુભવી છે અને ટ્રાફિક મેનેજમેન્ટ અને એકંદરે સ્વચ્છતામાં સુધારો આવ્યો છે. અમદાવાદની આ નવી પહેલ આગામી દિવસોમાં દેશના બીજા શહેરો પણ અપનાવે તે નક્કી છે. 

AI સિસ્ટમ શું શું કરશે કામ

  • આખા શહેરના ટ્રાફિક પર નજર રાખશે
  • રખડતાં ઢોરને પકડવામાં મદદ કરશે
  • ગેરકાયદેસર પાર્કિંગને ઓળખી શકશે
  • સ્વચ્છતા પર ખાસ નજર રાખશે 
  • શંકાસ્પદ ગતિવિધિઓ પર બાજર નજર રાખશે
  • ગુનેગારોને પકડવામાં પણ મદદ કરશે 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુનિલભાઈ 8-9 વર્ષથી બ્લડપ્રેશરની બીમારી 130 કિલો વજન છતા કોરોનાને હરાવ્યો…

Abhayam

Success Story::ફક્ત 19 વર્ષમાં જે ઉંમરે બીજા કોલેજ જવાનું સપનું જોતા હોય છે, 1000 કરોડના માલિક બન્યા બે યુવાનો

Archita Kakadiya

ગુજરાત:-રિલાયન્સ આ શહેરમાં 1000 બેડની કોરોના ની હોસ્પિટલ બનાવશે અને ફ્રી માં થશે કોરોનાની સારવાર..

Abhayam