Abhayam News
AbhayamGujarat

ગુજરાતીઓ માટે ગૌરવની મોટી ક્ષણ ગરબાને મળ્યું યુનેસ્કોમાં સ્થાન

ગુજરાતીઓ માટે ગૌરવની મોટી ક્ષણ ગરબાને મળ્યું યુનેસ્કોમાં સ્થાન

ગુજરાતીઓ માટે ગૌરવની મોટી ક્ષણ ગરબાને મળ્યું યુનેસ્કોમાં સ્થાન ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી છે. યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગરબાની પસંદગી કરી છે, જે સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. ઉજવણી, ભક્તિ અને સામાજિક સમાનતાનું પ્રતીક ગરબાને હવે નવી ઓળખ મળી છે. એટલું જ નહીં, ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવા અને જીવંત રાખવા ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ગુજરાતીઓ માટે ગૌરવની મોટી ક્ષણ ગરબાને મળ્યું યુનેસ્કોમાં સ્થાન

ગરબાને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતા ખુશીનો માહોલ છે, ત્યારે સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ પણ ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે, વિશ્વ સમક્ષ આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસો દર્શાવવતી આ યાદી PM મોદીના નેતૃત્વ હેઠળની આ સરકારના અથાક પ્રયાસોની સાક્ષી છે.

ગુજરાતીઓ માટે ગૌરવની મોટી ક્ષણ ગરબાને મળ્યું યુનેસ્કોમાં સ્થાન

ગુજરાતીઓ માટે ગૌરવની મોટી ક્ષણ ગરબાને મળ્યું યુનેસ્કોમાં સ્થાન

ગુજરાતનું ગૌરવ સમાન ગરબા ગુજરાત અને દેશના સીમાડા ઓળંગીને વૈશ્વિક ઓળખ બની ચૂક્યો છે. ત્યારે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન એટલે કે, યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવ્યા છે. યુનેસ્કો દ્વારા આયોજિત બોત્સાવાના ખાતે સમારોહનું આયોજન થયું છે. જેનું જીવંત પ્રસારણ આજે સાંજે છ વાગ્યે કરાશે. આ માટે ચાર સ્થળો પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

ગુજરાતીઓ માટે ગૌરવની મોટી ક્ષણ ગરબાને મળ્યું યુનેસ્કોમાં સ્થાન

ગરબો એ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવતું મહત્વનું સ્થાન ધરાવે છે. ગરબાને માં આદ્યશક્તિની ઉપાસના તરીકે જોવામાં આવે છે. જાતિ ધર્મ ભાષા બોલીના ભેદથી ઉપર ઊઠીને સામાજિક સમરસતા અને સમૂહ જીવનને આકાર આપવામાં એ મહત્વનું સ્થાન લીધું છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવા અને જીવંત રાખવા ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ગરબાનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રી એટલે કે વિશ્વનો સૌથી લાંબો ચાલનારો ઉત્સવ પણ બની ચૂક્યો છે.

ગુજરાતીઓ માટે ગૌરવની મોટી ક્ષણ ગરબાને મળ્યું યુનેસ્કોમાં સ્થાન

આ નવરાત્રીના ગરબાને માણવા માટે દેશ વિદેશથી લોકો ખાસ ગુજરાત આવવા લાગ્યા છે. ગરબો એટલે ભક્તિ ભાવ સ્નેહ અને પ્રારંપરિક સહકારનું પ્રતિબિંબ આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમા સમૂહમાં ગવાતા ગરબાએ સમાજ જીવનનું બહુમૂલ્ય અંગ છે. ગરબો પરંપરા પ્રેરણા ઉત્સાહ ઉપરાતમાં આદ્યશક્તિના અવિભાવથી પ્રગટ તો ઉત્કૃષ્ટ ભાવનું પ્રતીક પણ છે. સદીઓ પુરાણી આ પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે જેને યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

મુખ્યમંત્રીએ તાઉતે વાવાઝોડામાં સંપૂર્ણ નાશ પામેલા બાગાયતી પાકો અંગે જાણો શું કહ્યું…?

Abhayam

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે કર્મચારીઓને કરી ઓફર

Vivek Radadiya

બજારમાં બેફામ રીતે વેચાઈ રહ્યા છે નકલી ચોખા!

Vivek Radadiya