લક્ષદ્વીપ ખાતે PM મોદીએ લગાવી દરિયામાં ડૂબકી PM Modi visits Lakshadweep : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત દરમ્યાન સ્નોર્કલિંગ કરી જળચર સૃષ્ટિને નિહાળી હતી. આ તરફ હવે સોશિયલ મીડિયા પર પણ તેમણે આ તસવીરો શેર કરી છે. જેમાં ખૂબ જ રમણીય વાતાવરણમાં પ્રકૃતિને નિહાળતા જોવા મળી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે લક્ષદ્વીપ ગયા હતા અને બુધવારે પરત ફર્યા હતા. લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન PM મોદી ત્યાંના લોકોને મળ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લક્ષદ્વીપની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. આ સાથે જ ત્યાંના લોકોએ ખૂબ વખાણ કર્યા છે.
લક્ષદ્વીપ ખાતે PM મોદીએ લગાવી દરિયામાં ડૂબકી

નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “તાજેતરમાં મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી. હું ટાપુઓની અદભૂત સુંદરતા અને અહીંના લોકોની હૂંફથી દંગ રહી ગયો છું. મને અગત્તિ, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુના લોકોનો તેમના આતિથ્ય માટે આભાર માનું છું.”
PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મનોહર સુંદરતા ઉપરાંત, લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. તેણે મને 140 કરોડ ભારતીયોના કલ્યાણ માટે વધુ સખત મહેનત કેવી રીતે કરવી તે વિશે વિચારવાની તક આપી. જે લોકો તેમાં સાહસિકને અપનાવવા ઈચ્છે છે, તેમના માટે લક્ષદ્વીપ તમારી યાદીમાં હોવું જરૂરી છે.

આ સાથે કહ્યું કે, મારા રોકાણ દરમિયાન મેં સ્નોર્કલિંગનો પણ પ્રયાસ કર્યો – તે કેટલો આનંદદાયક અનુભવ હતો! અને નૈસર્ગિક દરિયાકિનારા પર વહેલી સવારની ચાલ પણ શુદ્ધ આનંદની ક્ષણો હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે