સુરત જિલ્લાના ઓલપાડના શેરડી ગામની મૂળ વતની અને ખેડૂત પરિવારની 19 વર્ષીય મૈત્રી પટેલ નાની વયે પાયલોટ બની પરિવારની સાથે સુરતનું નામ રોશન કર્યુ છે. ધોરણ-12 સુધીનો અભ્યાસ શહેરની સેવન-ડે સ્કૂલમાં કર્યા બાદ પાયલોટની ટ્રેનિંગ માટે અમેરિકા ગઈ હતી. અમેરિકાની સ્કાય ક્રિએશન ઈન્સ્ટિટ્યુમાં નિયત સમય કરતાં ટૂંકાગાળામાં ટ્રેનિંગ પૂરી કરી કમર્શિયલ વિમાન ચલાવવાનું લાઇસન્સ મેળવી તેણીએ નવી સિદ્ધિ હાંસલ કરી છે. પાયલોટ બન્યા બાદ મૈત્રી પટેલ સુરત પહોંચતા પરિવારજનો દ્વારા તેણીને હરખથી વધાવી લેવામાં આવી છે.
મન હોય તો માળવે જવાય, આ કહેવતને સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામની 19 વર્ષીય મૈત્રી કાંતિલાલ પટેલે સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. પિતા ખેડૂત અને માતા સુરત મહાનગરપાલિકામાં નોકરી છે. ખેડૂત પરિવારની દીકરીએ નાનપણથી જ પાયલોટ કરવાની ઇચ્છા હતી.
.સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની સેવન-ડે શાળામાં અભ્યાસ કરવા સાથે તેણી મુંબઇ જઇને પાયલોટની ટ્રેનિંગ અને અભ્યાસ કરતી હતી. ધોરણ-12 સાયન્સ સુરતની સ્કૂલમાંથી પુરું કર્યા બાદ પાયલોટના અભ્યાસ ટ્રેનિંગ માટે તેણી અમેરિકા ગઇ હતી. જ્યાં 11 મહિનાના ટૂંકાગાળામાં કમર્શિયલ વિમાન ઉડાડવાનું શીખી લેતાં અમેરિકાએ તેણીને કમર્શિયલ વિમાન ઉડાવવાનું લાઇસન્સ આપી દીધું હતું.
આ સાથે જ સુરતની આ 19 વર્ષીય મૈત્રી ભારતની સૌથી નાની વયની પાયલોટ બની ગઇ હતી. તેણીની પિતા કાંતિલાલ પટેલે દાવો કરતાં જણાવ્યું કે, ભારતમાં કાશ્મીરની 25 વર્ષીય યુવતી સૌથી નાની વયે પાયલોટ બની હતી.સાથે જ અગાઉ ત્રણેક મહિલાઓ સુરત પંથકમાંથી અગાઉ પાયલોટ બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…