Abhayam News
Abhayam

જાણો આ શહેર માં આવતીકાલ થી ફરી ૪૫ થી વધુ ઉમરવાળાને કાલથી કોરોના રસી અપાશે…

કોરોનાની રસીનો સ્ટોક નહીં હોવાથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોેરશને ૪૫ થી વધુ વર્ષની ઉમરવાળાને રસી આપવાનું આજે બંધ રાખ્યું હતું, દરમિયાન સરકારમાં રસીનો જથ્થો માગતા સરકાર તરફથી બુધવારે સવારે ૩૦ હજાર ડોઝ મળવાના હોવાથી તા.૬થી રસીકરણ ફરી શરૃ કરવામાં આવશે.

આજે રસી આપવાનું બંધ રહેતા ૪૫ થી વધુ ઉંમર ધરાવતા નાગરિકો અટવાયા હતા. જેઓને આજના બંધની ખબર ન હતી તેવા નાગરિકોએ મુશ્કેલી વેઠી હતી. ઘણા સ્થળે રકઝકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, કેમકે ૧૮ થી ૪૪ વર્ષના નાગરિકોને રસી આપવાની કામગીરી ચાલુ રહી હતી. આજે રસી નથી, રસીકરણ બંધ છે તેવા બોર્ડ પણ રસી કેન્દ્રો પર લટકતા જોવા મળ્યા હતા.

વડોદરામાં રોજ આશરે ૭૫૦૦ લોકોએ રસી આપવામાં આવે છે. અને આ માટે રસીનો જથ્થો ભારત સરકાર તરફથી મળે છે. ચાર દિવસ અગાઉ વડોદરાને ૮૫૦૦ ડોઝ રસીના મળ્યા હતા, એ પછી રસી મળી ન હતી. દરમિયાન ગઇકાલે જ રસી ખૂટી ગઇ હતી.

૪૫ થી વધુ વયના લોકો માટે સ્ટોકમાં ૨૭૦૦ ડોઝ હતા. પૂરતો જથ્થો નહીં થાય ત્યાં સુધી રસીકરણ નહીં કરવા નિર્ણય લીધો હતો. દરમિયાન મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે ૪૫ થી વધુ ઉમર ધરાવતા નાગરિકો માટે તા.૬ થી રસી આપવાનું શરૃ કરવામાં આવશે. જ્યારે ૧૮ થી ૪૪ વર્ષની વયના નાગરિકો માટે રસીકરણ રાબેતા મુજબ ચાલુ રહેશે. આજે આ ગુ્રપના ૭૩૦૦ લોકોને રસી અપાઇ હતી. અત્યાર સુધીમાં આ ગુ્રપના ૨૫૫૭૨ ને રસી આપી છે. 

વડોદરામાં ૪૫ થી વધુ વય ધરાવતા લોકોને ૧૦૦ થી વધુ સ્થળોએ રસી આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકોને રસી આપી દેવાઇ છે અને આશરે ૫૪ ટકા કામ પૂરૃં થયું છે. આ કેટેગરીના લોકો માટેનો કુલ ટાર્ગેટ ૯૪૩૯૦૬ છે. જે ૫૪ ટકા કામ થયું છે. તેમાંથી અડધોઅડધ સેકન્ડ ડોઝનું પણ કામ પત્યું છે.(શોર્સ:ગુજરાત સમાચાર)

Related posts

Surat: 75 દીકરીઓ માટે સવાણી પરિવાર દ્વારા સુરતમાં યોજાયો ખાસ સમૂહ લગ્નોત્સવ

Vivek Radadiya

ભવ્ય શ્રીરામ મંદિરમાં આયોજીત રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ

Vivek Radadiya

RBIને આ રીતે મોકલાવો 2000ની નોટ 

Vivek Radadiya