Abhayam News
Abhayam

SMEs માટે ઈ-કોમર્સ સેક્ટરમાં ગ્રોથ માટે વિશાળ તકો

SMEs માટે ઈ-કોમર્સ સેક્ટરમાં ગ્રોથ માટે વિશાળ તકો 79% ભારતીય SMEs માને છે કે, ઇ-કોમર્સમાં તેજી જળવાઈ રહેશે અને આગામી ત્રણ વર્ષમાં તેમના બિઝનેસ ગ્રોથ માટે વધારે મહત્વપૂર્ણ બનશે

SMEs માટે ઈ-કોમર્સ સેક્ટરમાં ગ્રોથ માટે વિશાળ તકો

ઝડપથી વધી રહેલા ઈ-કોમર્સ સેક્ટરમાં ભાવિ ઉજ્જવળ રહેવાનો આશાવાદ લઘુ અને મધ્યમ ઉદ્યોગોએ વ્યક્ત કર્યો છે. છેલ્લા 3 વર્ષમાં 83 ટકા લોકોએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ મારફત ખરીદી કરી છે. અને આ પ્રવાહ આગળ પણ જળવાઈ રહેવાની શક્યતાઓ વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપનીમાં સામેલ FedEx Expressના રિપોર્ટમાં જણાવવામાં આવી છે.

જેમાં ગ્રાહકો પર્સનલાઈઝેશન, શોપરટેઇન્મેન્ટ અને પેમેન્ટનાં વિકલ્પોમાં ઈનોવેશન માટે આતુર છે, ગ્રાહકોના આ વલણને જોતાં એસએમઈ માટે આ સેક્ટરમાં તકો વધી છે. ઇ-ટેલર્સ માટે નવા અભિગમો સાથે અનુભવ મેળવવા માટે સારી તકો છે, જે તેમનો ગ્રાહકવર્ગ ઊભો કરવામાં મદદરૂપ થઈ શકે છે.
FedEx Expressના AMEA પ્રેસિડન્ટ કવલ પ્રીતે કહ્યું હતું કે,કોવિડે આપણી જીવનશૈલીને નવા પરિવર્તન તરફ વેગ આપ્યો છે, જ્યાં તમામ વિસ્તારોમાં ઓનલાઇન ખરીદી સામાન્ય બની ગઈ છે અને આ પ્રવાહ સતત આગળ જ વધશે. એની સાથે ઇ-કોમર્સ કુલ ગ્રાહક ખર્ચમાં વૃદ્ધિ તરફ દોરી જશે. વધુને વધુ લોકો ઓનલાઇન ખરીદી રહ્યાં હોવાથી ઉપભોક્તાઓની પસંદગીઓ વધુ સરળ, સ્પષ્ટ અને આધુનિક બની ગઈ છે.

ઈ-કોમર્સે એસએમઈને બિઝનેસ વિસ્તરણની તકો વધારી
SMEs ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનું એન્જિન છે.

મહામારી દરમિયાન ઇ-કોમર્સ ક્ષેત્રએ ઘણાં SMEsને બેઠા થવાની અને તેમનો વ્યવસાય વધારવાની તક આપી હતી. અત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર ભારતમાં SMEs માટે વ્યવસાયની મુખ્ય પ્રાથમિકતા બની ગયો છે અને વૃદ્ધિને વેગ આપવાની મોટી તક છે. FedEx SMEsને વૈશ્વિક નેટવર્ક, ટેઇલર્ડ સોલ્યુશન્સ અને મૂલ્ય-સંવર્ધિત સેવાઓની ક્ષમતા દ્વારા શક્યતાઓની દુનિયામાં તેમને જોડીને સંપૂર્ણ સંભવિતતા હાંસલ કરવા સક્ષમ બનાવે છે.

ઈ-કોમર્સ આવકો 2.09 લાખ કરોડ ડોલર થશે

ભારત, મેઇનલેન્ડ ચીન, જાપાન અને કોરિયા જેવા વિશ્વના સૌથી મોટા ઇ-કોમર્સ બજારો સહિત એશિયા પેસિફિકમાં ચાલુ વર્ષે ઇ-કોમર્સ વેચાણમાંથી આવક વધીને 2.09 ટ્રિલિયન ડોલર થઈ જશે, કારણ કે આ વિસ્તારમાં કુલ વસતીના 57 ટકા ઓનલાઇન ખરીદી કરી રહ્યાં છે.

ભારતમાં 80 ટકા SMEs સંમત છે કે, કોવિડના કારણે ઉપભોક્તાઓનો ખરીદીનો અભિગમ મૂળભૂત રીતે બદલાઈ ગયો છે, તેમાંથી મોટા ભાગના ઇ-કોમર્સની વૃદ્ધિ જળવાઈ રહેશે અને આગામી ત્રણ વર્ષમાં તેમની વ્યવસાયિક વૃદ્ધિમાં સામેલ થઈ જશે એવી ધારણા ધરાવે છે. 93% SMEs આને લઈને આતુર છે અને માને છે કે, તેઓ આ વૃદ્ધિનો લાભ લેવા સારી સ્થિતિમાં છે. 58% SMEs તેમના પોતાના ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ગ્રાહકોને સીધું વેચાણ કરે છે.

લોજિસ્ટિક્સમાં રોજગારીની પુષ્કળ તકોFedEx ઇ-ટેલર્સ અને તેમના અંતિમ વપરાશકર્તાઓની જરૂરિયાતો પૂર્ણ કરવા એમ બંને બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે AMEAના તમામ બજારોમાં ઇ-કોમર્સની વૃદ્ધિને ટેકો આપે છે. 71 ટકા માને છે કે, ઇ-કોમર્સ માર્કેટિંગ અને વેચાણમાં અનુભવની સૌથી વધુ માગ છે અને પછી લોજિસ્ટિક્સમાં રોજગારીની પુષ્કળ તકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે….

Related posts

સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલનો મહત્વનો નિર્ણય..

Abhayam

ઓનલાઇન રેલવે પ્લેટફોર્મ ટિકિટ જાણો પ્રોસેસ

Vivek Radadiya

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં હુમલાનું ષડયંત્ર

Vivek Radadiya