ગાંધીનગરના યુવાને વગાડ્યો ડંકો વડોદરા ખાતે ગ્રેલાઈન ફિટનેસ દ્વારા આયોજિત વર્લ્ડ ફિટનેસ ફેડરેશન(WFF)ની નેશનલ લેવલની સ્પર્ધામાં ગાંધીનગરના હાર્દિક પટેલે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.
ગાંધીનગર: હાલ યુવાનોમાં જીમનો ક્રેઝ વધ્યો છે. યુવા અને યુવતીઓ પોતાની ફિટનેસને ધ્યાનમાં રાખી જીમ કરતા હોય છે. અમુખ એવા પણ લોકો છે જેમના માટે જીમ માત્ર કસરત કરવા અને ફિટ રહેવા માટેનું રૂટિન નથી. જીમ તેમના માટે એક પેશન છે. આ વાતને ગાંધીનગરમાં રહેતા હાર્દિક પટેલે સાબિત કરી બતાવ્યું છે. હાર્દિક પટેલે હાલમાં જ યોજાયેલી વર્લ્ડ ફિટનેસ ફેડરેશન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ગાંધીનગરના યુવાને વગાડ્યો ડંકો
વડોદરા ખાતે ગ્રેલાઈન ફિટનેસ દ્વારા આયોજિત વર્લ્ડ ફિટનેસ ફેડરેશન(WFF)ની નેશનલ લેવલની સ્પર્ધામાં ગાંધીનગરના હાર્દિક પટેલે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
વર્લ્ડ ફિટનેસ ફેડરેશનની નેશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી હાર્દિક પટેલે ભારતમાં ગુજરાતનો પરચમ લહેરાવ્યો હતો. વર્લ્ડ ફિટનેસ ફેડરેશનની ચેમ્પિયનશિપ જીતીને પોતાનો મેડલ માતાને સમર્પિત કર્યો હતો. અને ગર્વની લાગણી અનુભવી હતી. સમગ્ર દેશમાં બોડિબિલ્ડિંગ ક્ષેત્રે પોતાની સાથે સાથે પરિવાર અને ગાંધીનગરનું નામ રોશન કર્યું છે.
ગોલ્ડ મેડલ વિનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ જણાવે છે કે, બોડી બિલ્ડિંગ માટે સતત મહેનત, ધીરજ અને સચોટ માર્ગદર્શનની જરૂર હોય છે. તેમણે યોગ્ય કસરત, ડાયટ માટે ખાનગી જીમ ચલાવતા જીમ ટ્રેનર અને wbff pro muscle model વીનર દેવ કનોજીયાનો આભાર માન્યો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, દેવ કનોજીયાના સ્પર્ધાત્મક માર્ગદર્શનના પરિણામે જ મે આ સફળતા હાંસલ કરી છે જેનો હું આભારી છું.
આ સ્પર્ધામાં મેન્સ ફિઝિક્સ, બોડી બિલ્ડિંગ, વુમન્સ ફિટનેસ, વુમન્સ ગ્લેમર જેવી વિવિધ કેટેગરીમાં દેશના અનેક રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે