Abhayam News
AbhayamGujaratNews

20 વર્ષથી રાહ જોઈ રહ્યા છે રોકાણકારો તૈયાર છે Tataનો IPO

20 વર્ષથી રાહ જોઈ રહ્યા છે રોકાણકારો જાણકારી અનુસાર, કન્ઝ્યૂમર હાઉસવેર, રાઈટિંગ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ અને સ્ટેશનરીની અગ્રણી કંપની સેલો વર્લ્ડનો 1900 કરોડનો આઈપીઓ 30 ઓક્ટોબરના રોજ દાવ લગાવવા માટે ઓપન થશે અને સોમવારે બંધ થશે.

20 વર્ષથી રાહ જોઈ રહ્યા છે રોકાણકારો

તમે દિવાળી પર રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હોવ, તો તમારે માટે એક કામની ખબર છે. વાસ્તવમાં, દિવાળીના અવસરે દલાલ સ્ટ્રીટ પર ઘણા આઈપીઓ જગમગવા માટે તૈયાર છે. આવનારા મહિનામાં લગભગ 15,000 કરોડ રૂપિયાના આઈપીઓ માર્કેટમાં ઉતરવાના છે. નવેમ્બરમાં લગભગ ડઝન જેટલી કંપનીઓ દિવાળીના અવસરે આઈપીઓ લોન્ચ કરી શકે છે.

જાણકારી અનુસાર, સેલો વર્લ્ડ અને બ્લૂ જેટ હેલ્થકેરે હાલમાં જ આીપીઓ લાવવા માટે તારીખ જાહેર કરી છે. ઉપરાંત અન્ય કંપનીઓ પણ વહેલી તકે આઈપીઓ લોન્ચ કરશે. જેમાં ટાટા ટેકનોલોજી, મામાઅર્થ, એએસકે ઓટોમોટિવસ, પ્રોટીન ઈગૉવ ટેકનોલોજીઝ, ફેડબેંક ફાઈનાન્શિયલ સર્વિસિઝ, ESFF સ્મોલ ફાઈનાન્સ બેંક, ફ્લેયર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝ અને ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગનો સમાવેશ થાય છે.

ટાટા ગ્રુપનો અંતિમ આઈપીઓ

જાણકારી અનુસાર, કન્ઝ્યૂમર હાઉસવેર, રાઈટિંગ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ અને સ્ટેશનરીની અગ્રણી કંપની સેલો વર્લ્ડનો 1900 કરોડનો આઈપીઓ 30 ઓક્ટોબરના રોજ દાવ લગાવવા માટે ઓપન થશે અને સોમવારે બંધ થશે.

આ આઈપીઓને લઈને રોકાણકારોમાં ઉત્સુકતા- જાણકારી અનુસાર, ટાટા ટેકનોલોજીનો આઈપીઓ નવેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં દાવ લગાવવા માટે ઓપન થઈ શકે છે. તે લગભગ બે દાયકામાં ભારતનું સૌથી મોટું ગ્રુપ, ટાટા ગ્રુપનો પહેલો આઈપીઓ છે.

ટાટા ગ્રુપનો અંતિમ આઈપીઓ 2004માં ટાટા કન્સલ્ટેન્સી સર્વિસ દ્વારા લાવવામાં આવ્યો હતો, જ્યારે તેણે 5,500 કરોડ રૂપિયાનો ઈશ્યૂ ઓફર કર્યો હતો. કંપનીના પ્રમોટર ટાટા મોટર્સે ટાટા ટેકનોલોજીમાં 9.9 ટકા હિસ્સેદારી 1,613.7 કરોડ રપિયામાં ટીપીજી રાઈજ ક્લાઈમેટ SF PTE અને રતન ટાટા એન્ડોર્મેન્ટ ફાઉન્ડેશનને વેચવાની યોજના બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગુજરાતમાં રંગેચંગે નવા વર્ષનો પ્રચંડ આરંભ

Vivek Radadiya

આ કંપનીઓમાં કર્મચારીઓને મળે છે અનલિમિટેડ રજાઓ, એક કંપની તો આપે છે વેકેશન પર જવાના પૈસા

Vivek Radadiya

પરમવીર ચક્ર ભાગ -૩ : જદુનાથ સિંહ

Abhayam