Abhayam News
AbhayamGujarat

વિદેશ જવાની ઘેલછામાં આણંદના યુવાને ગુમાવ્યા લાખો રૂપિયા

Anand's youth lost lakhs of rupees in the craze of going abroad

વિદેશ જવાની ઘેલછામાં આણંદના યુવાને ગુમાવ્યા લાખો રૂપિયા Bogas Visa : વિદેશ જવાનો મોહ ક્યારેય ખૂબ જ ભારે પડતો હોય છે. આવી જ એક ઘટના આણંદથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, વિદેશ જવાની ઘેલછામાં આણંદના યુવાને લાખો રૂપિયા ગુમાવ્યા છે. વિગતો મુજબ આણંદના વિઝા એજન્ટે ઇંગ્લેન્ડના નકલી વિઝા બનાવી યુવક પાસેથી 8.50 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ તરફ વિદેશ જવાના મોહમાં લાખોની છેતરપિંડીનો ભોગ બનેલ યુવકને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 

  • આણંદના વિઝા એજન્ટે ઇંગ્લેન્ડના નકલી વિઝા બનાવી 8.50 લાખ પડાવ્યા 
  • આણંદની નેક્સ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સી દ્વારા યુવાન સાથે છેતરપિંડી 
  • વિરસદના યુવકને UKના બોગસ વિઝા પધરાવી 8.50 લાખની ઠગાઇ
  • આણંદ ટાઉન પોલીસે અમન દિવાન નામના શખ્સ સામે નોંધાયો ગુનો 
  • તપાસ દરમિયાન અનેક બોગસ વિઝા કૌભાંડના ખુલાસાની શક્યતા 

આણંદની નેક્સ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સી દ્વારા એક યુવાન સાથે લાખોની છેતરપિંડી કરાઇ છે. પ્રાથમિક વિગતો મુજબ વિરસદના યુવકે વિદેશ જવાની લાલચમાં નેક્સ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યા બાદ તેમની વાતોમાં આવી ગયો હતો.

Anand's youth lost lakhs of rupees in the craze of going abroad

જે બાદમાં આ યુવકને UKના બોગસ વિઝા પધરાવી 8.50 લાખની ઠગાઇ કરાઇ હતી. જોકે સમગ્ર મામલે આણંદ ટાઉન પોલીસે અમન દિવાન નામના શખ્સ સામે ગુનો નોંધાયો છે. આ તરફ હવે તપાસ દરમિયાન અનેક બોગસ વિઝા કૌભાંડના ખુલાસાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ઈન્ડિયન ઓઈલ કેમ્પસમાં લાગી ભીષણ આગ, આટલા લોકોના મોત….

Abhayam

સુરત માં 100 કરોડ નું ઉઠામણું હાઇટેક સ્વીટ વોટરના ડિરેક્ટર

Vivek Radadiya

સૌરાષ્ટ્રનો ત્રીજા ભાગનો વિસ્તાર એશિયાટિક સિંહનું અભયારણ્ય બનશે

Vivek Radadiya