Abhayam News
AbhayamNews

જુઓ ફટાફટ :-અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ..

ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાંથી ભીષણ આગની ઘટના સામે આવી છે. તે વિસ્તારમાં આવેલા રેડીયોમીર્ચી ટાવરની સામે આવેલ ઝૂંપરપટ્ટી ભીષણ આગ લાગી છે. ત્યાના લગભગ 15 ઝૂંપડા આગમાં લપેટાયા છે, તો બીજી તરફ, 30 થી વધુ ઝૂપડાને નુકસાન થયું છે.

હાલમાં તાત્કાલિક ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. શ્રમજીવી પરીવારોની ઘરવખરી બળીને ખાખ થઇ જતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

fire in more than 10 huts in anandnagar ahmedabad » Trishul News Gujarati Breaking News ahmedabad, gujarat, અમદાવાદ, આગ, ગુજરાત

હાલમાં તો ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. અને સુર્ક્ષિત જગ્યાએ ફેરવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવી રહ્યા છે. આગ વધુ ભીષણ લાગતાં વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી છે. પરંતુ ત્યાં ઝૂંપડપટ્ટીનો વિસ્તાર અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગ બેકાબુ બની છે. તેમ છતાં આગને કાબુમાં લાવવ ફાયરબ્રિગેડ ઘણાં પ્રયાસો કરી રહ્યાં છે. આગને કાબુમાં કરવાં મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી છે.

આનંદ નગર વિસ્તારમાં આવેલો આ ઝુપડપટ્ટી વિસ્તાર ૩૦ વર્ષ જુનો છે. . ઝૂંપડાં સમગ્ર બળીને ખાક થઈ ગયાં છે. અત્યાર સુધીની માહિતી મુજબ આગને ઘણી કાબુમાં કરી છે.

fire in more than 10 huts in anandnagar ahmedabad 2 » Trishul News Gujarati Breaking News ahmedabad, gujarat, અમદાવાદ, આગ, ગુજરાત

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ઝૂપડપટ્ટીનો વિસ્તાર એટલો ભરચક હતો કે, ફાયર વિભાગના વાહનોને આગ બૂઝવવા અંદર આવવા તકલીફ પડી હતી. સાંકડી ગલીમાં મિની ફાઈટર લાવવાની ફરજ પડી હતી. નાની પાઈપલાઈનથી પાણીનો મારો ચલાવાવમાં આવ્યો હતો. ઝૂપડા એકબીજાની નજીક હતા, અને તેના ઉપર પ્લાસ્ટિક હોવાથી આગ ફેલાઈ હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ મોટું નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આ કદાવર નેતા મોદી કેબિનેટમાં સ્થાન ન મળતા રાજનીતિમાંથી લીધો સંન્યાસ…

Abhayam

વિશ્વમાં સાયબર હુમલામાં ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ, ડિજિટલ ઇન્ડિયામાં સતત વધતું જોખમ

Vivek Radadiya

24 કલાકમાં નોંધાયા 602 નવા કેસ

Vivek Radadiya