Abhayam News
AbhayamNational Heroes

પરમવીર ચક્ર ભાગ-૧ “સૂબેદાર જોગિંદર સિંહ”

જીવન ચરિત્ર

સુબેદાર જોગીન્દર સિંહ નો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૯૨૧ ના રોજ થયો હતો. તેમનો જન્મ પંજાબ, ભારતના મોગા જિલ્લામાં થયો હતો. તેમને ભારત-ચીનના યુદ્ધ સમયના સર્વોચ્ચ પુરસ્કાર પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૮ સપ્ટેમ્બર ૧૯૩૬ના રોજ તેઓ ૧ શીખ રેજિમેન્ટમાં ભરતી થયા. તેમના પિતા શેર સિંહ સાહના એક ખેડૂત સૈની શીખ પરિવારના સભ્ય હતા અને હોશિયારપુર જિલ્લાના નિવાસી હતા.[૧] તેમની માતાનું નામ બીબી ક્રિશન કૌર ભેલા હતું. તેમના લજ્ઞ બીબી ગુરદયાલ કૌર બાંગા સાથે થયા હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નાથુ આલા ખાતે અને માધ્યમિક શિક્ષણ દારોલી ખાતે મેળવ્યું હતું .1962 ભારત ચીન યુદ્ધ સમયે નોર્થ ઈસ્ટ ફ્રંટિયર પ્રોવીન્સ (નેફા : હાલ અરુણાચલ પ્રદેશ) ના તવાંગ ખાતે સિખોના એક પ્લાટૂનની કમાન સૂબેદાર જોગિંદર સિંહ પાસે હતી. 23 ઓક્ટોબર 1961, બૂમ-લા એક્સિસ પર ચાઇનીઝ આક્રમણ શરૂ થયું. સૂબેદાર જોગિંદરસિંહ અને સાથીઓ ચટ્ટાનની જેમ અડગ બની દુશ્મનનો માર્ગ અવરોધી લડ્યા. જોગિંદર સિંહને ગ્રેનેડ બ્લાસ્ટને કારણે સાથળ પર ઊંડો ઘાવ થયો પણ તેમણે રણમેદાન છોડવાનો ઇન્કાર કર્યો. સિંહ અને તેમના સાથીઓ ગોળીઓ ખત્મ થયા બાદ મરણિયા બની આગળ વધી રહેલા દુશ્મનો પર તૂટી પડ્યા. અનેક દુશ્મનોને ખત્મ કર્યા બાદ આ ઐતિહાસિક લડાઈમાં સૂબેદાર જોગિંદર સિંહે સર્વોત્તમ વીરગતિ પ્રાપ્ત કરી. સરાહનીય નેતૃત્વ,રણક્ષેત્રે અકલ્પનીય સાહસ અને ફરજપરસ્તીના સર્વોત્કૃષ્ઠ પ્રદર્શન બદલ જોગિંદર સિંહને મરણોપરાંત દેશના સર્વોચ્ચ યુદ્ધ સન્માન પરમવીર ચક્ર વડે નવાજવામાં આવ્યા.

૧).”લશ્કરી કાર્યવાહી”


૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ સમયે સુબેદાર જોગીન્દર સિંહ નેફા વિસ્તારમાં તવાંગ ખાતે એક ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેઓ બુમ લા ધુરી પર તોન્ગપેન લા ખાતે એક ટેકરી પર રક્ષણાત્મક ચોકી પર હતા ત્યારે તેમની ટુકડીએ સરહદની બીજી તરફ ૨૦ ઓક્ટોબરના રોજ મોટી સંખ્યામાં ચીની સૈનિકોને જોયા. તેઓ ઓક્ટોબર ૨૩ના રોજ બુમ લા થનારા હુમલાની તૈયારી કરી રહ્યા હતા.

ઓક્ટોબર ૨૩એ સવારના ૫.૩૦ વાગ્યે ચીની સૈનિકોએ બુમ લા ધુરી પર મોટી સંખ્યામાં હુમલો કર્યો. તેમનો ઇરાદો તવાંગ સુધી પ્રતિરોધ ખતમ કરી પહોંચવાનો હતો. ચીની સૈનિકોએ ટેકરી પર ત્રણ તબક્કામાં હુમલો કર્યો અને દરેક ટુકડીમાં આશરે ૨૦૦ સૈનિકો હતા. હુમલાને અન્ય હથિયારો સાથે સાથે મોર્ટાર અને તોપખાનાની મદદ હતી. પરંતુ શીખ ટુકડીના સખત વિરોધને કારણે ચીની સૈનિકોએ મોટી જાનહાનિ સાથે પાછા હટવું પડ્યું. પરંતુ તેઓ તુરત જ ફરીથી તૈયાર થઈ અને તોપખાનાની મદદથી હુમલો કર્યો.

આગળ વધતા દુશ્મન સામે સુબેદાર જોગીન્દર સિંહ અને તેમની ટુકડી ખડક બની અને ઉભી રહી. આ ભીષણ સંઘર્ષમાં ટુકડીએ તેના અડધો અડધ સૈનિકો ખોયા પરંતુ લડવાની ઈચ્છાશક્તિ ગુમાવી નહિ. સુબેદાર જોગીન્દર સિંહે સાથળમાં જખમ થવા છતાં પાછા હટવાની ના પાડી. તેમની ટુકડીએ પણ ચીની સૈન્ય સામેથી હટવાની ના પાડી. ચીની સૈન્યાના હુમલા આગલા હુમલાઓ કરતાં વધુ શક્તિશાળી અને કૃતનિશ્ચયી બનતા ગયા. સુબેદાર જોગીન્દર સિંહે આશરે ૫૨ દુશ્મનોને મોતને ઘાટ ઉતાર્યા.

પરંતુ તેઓ એકલે હાથે ચીની સૈનિકોના ધસારાને રોકી ન શક્યા. ચીની સૈનિકો જાનહાનિને ગણકાર્યા સિવાય આગળ વધતા ગયા. અત્યાર સુધીમાં ભારતીય ટુકડીની તમામ ગોળીઓ વપરાય ચુકી હતી. જ્યારે સ્થિતિ વધુ વણસી ત્યારે જોગીન્દર સિંહ અને તેમના સાથીઓ સંગીન લગાવી "જો બોલે સો નિહાલ, સત્ શ્રીઅકાલ" ના યુદ્ધનારા સાથે ખાઈમાંથી બહાર કૂદી પડ્યા અને સંગીન વડે ઘણા દુશ્મનોને મોતને ઘાટ ઉતાર્યા.

અંતે ચીની સૈનિકોના આધુનિક હથિયારો અને સાંખ્યિક દૃષ્ટિએ બહુમતી સફળ થઈ અને સુબેદાર સિંહ બંદી બન્યા. લડાઈમાં થયેલા જખમો અને હિમડંખને કારણે તેઓ ચીની કબ્જામાં મૃત્યુ પામ્યા. તેમના પ્રેરણાદાયક નેતૃત્વ, અડગ વીરતા અને ફરજની સર્વોચ્ચ ભાવના માટે સુબેદાર જોગીન્દર સિંહને મરણોપરાંત પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા.

૨).”મોગા, પંજાબ ખાતે સ્મારક”અને સન્માન.

૨૦૦૬માં સુબેદાર જોગીન્દર સિંહની પ્રતિમાનું મોગા ખાતે અનાવરણ કરવામાં આવ્યું અને નાગરિક સન્માન કરવામાં આવ્યું.ભારતીય નૌકાપરિવહન નિગમે તેમની નૌકાને સુબેદાર જોગીન્દર સિંહ નું નામ આપી અને આ વીર પુરુષને સન્માન આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

Zepto એ 2023નું પ્રથમ યુનિકોર્ન છે

Vivek Radadiya

કોન્સ્ટેબલે 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો:-વાંચો સમગ્ર ઘટના..

Abhayam

દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલનને 6 મહિના પૂરા:-બ્લેક ડે

Abhayam