Abhayam News
AbhayamNews

ગુજરાતમાં અગામી 2 દિવસ પડશે વરસાદ, જાણો ક્યા દિવસે ક્યાં પડશે વરસાદ…

અંબાલાલ પટેલની આગાહી…

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી તાઉ-તે વાવાઝોડા પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે હવે અંબાલાલ પટેલે 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 27 થી 28 ની વચ્ચે હળવાથી ભારે વરસાદ ડાંગ, તાપી, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે. તે ઉપરાંત પણ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 15થી 20 જૂને ચોમાસું બેસવાની શક્યતા જોવા મળી રહી છે.

આ વખતે બંગાળના ઉપસાગરમાં અને અરબ સાગરમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તે પરિબળો ચોમાસા માટે સકારાત્મક છે. મળતી માહિતી મુજબ, 20મી મેથી આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું સક્રિય થઈ ગયું છે. જે સ્થિતિ ભારતના દક્ષિણ છેડે ચોમાસાની સાનુકૂળતા બતાવે છે. એટલે ચોમાસું સમય પહેલાં 26મી થી 31મી મે સુધી ભારતના દક્ષિણ છેડે આવી પહોંચવાની શક્યતા રહેશે.

અવાર-નવાર વરસાદ અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચોમાસું આ વખતે સારું રહેવાની શક્યતા છે. ચોમાસામાં ચારે મહિના વરસાદ સારો થવાની શક્યતા સેવવામાં આવી છે. અંદમાન-નિકોબાર ટાપુ પર, બંગાળના દક્ષીણ ઉપસાગર પર ચોમાસાનું આગમન થઈ ગયું છે.

હવામાન ખાતાએ સોમવારે જણાવ્યું હતું કે, આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે. ત્યાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગામી અઠવાડિયાના અંત સુધીમાં તે દક્ષિણ ભારતના કિનારાઓ ઉપર ટકરાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

જો બંગાળના ઉપસાગરમાં ઉદ્ભવેલુ વાવાઝોડું વધારે પડતો વરસાદ કરશે તો શરૂઆતના ચોમાસા પર તેની અસર થવાની સંભાવના રહેશે. હવામાન વિભાગ દ્વારા તેમના અંદાજમાં આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા મળશે નહીં તેમજ દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ આપવામાં આવ્યો છે

હવામાન વિભાગે જણાવ્યું કે, ડાંગ, તાપી, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલીમાં વરસાદ જોવા મળશે. અમદાવાદમાં આજે 36 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યભરમાં આવતા 4-5 દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.

હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે, થોડા સમય પહેલાં જ 31મે એ કેરળમાં ચોમાસું આવવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ હવે તે થોડા દિવસ વહેલું આવી શકે છે. હવે 27મી મેએ ચોમાસું કેરળના કિનારે ટકરાશે અને બીજી જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે તેવી શક્યતા છે. હવામાન વિભાગે જે અંદાજ આપ્યો છે તે મુજબ જૂનથી સપ્ટેમ્બર સુધી લોંગ ટર્મ એવરેજના 96થી 98 ટકા વચ્ચે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જે વર્ષે 96થી 104 ટકા સુધી વરસાદ થાય છે, તે વર્ષે ચોમાસુ સામાન્ય માનવામાં આવે છે.

આવતા બે દિવસ એટલે કે, 26મી મે સુધીમાં સમગ્ર આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહો ઉપર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારબાદ 28મી થી આ ચોમાસું સહેજ અટકશે અને આગળ વધશે. બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડું સર્જાઈ રહ્યું હોવાથી તેની અસર ચોમાસા ઉપર પડશે. બે દિવસ વરસાદમાં બ્રેક લાગ્યા પછી તે ફરીથી સક્રિય થવાની માહિતી હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જુઓ આ મંદિરની હોસ્પિટલે આટલા દર્દીઓને એકપણ રૂપિયા લીધા વગર કોરોનાથી સાજા કર્યા..

Abhayam

ફરી આંકડા છુપાવવાની રમત શરુ થઇ ગુજરાત માં…

Abhayam

કોમેડિયન નીલ નંદાનું 32 વર્ષની વયે નિધન

Vivek Radadiya