Abhayam News
AbhayamGujaratNewsPolitics

‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’

‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ માં વિશ્વ ખ્યાત મેનેજમેન્ટ સંસ્થાન IIM-અમદાવાદ એકેડેમિક પાર્ટનર તરીકે જોડાશે. IIM-અમદાવાદના ફેલોની પસંદગી અને તાલીમ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ અને કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ફેલોશીપ માટે આવેલી અરજીઓ સાથેના વ્યક્તિગત આવેદનનાં મૂલ્યાંકન, અંતિમ પસંદગી માટે ઇન્ટરવ્યૂ તેમજ ત્યારબાદ ફેલો યુવાઓને તાલીમ માટે મેન્ટર તરીકે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ સેવાઓ આપવાની છે. એટલું જ નહીં, ફેલોના કાર્યકાળ દરમિયાન ફેલો દ્વારા કરવામાં આવેલી કામગીરીના ઇવેલ્યુએશનમાં પણ IIM, અમદાવાદના તજજ્ઞોનો સહયોગ લેવામાં આવશે અને કાર્યકાળ પૂર્ણ થયા પછી ફેલોને ગુજરાત સરકાર અને IIM, અમદાવાદ સંયુક્ત સર્ટિફિકેટ પણ આપશે.

‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની નીતિઓના ઘડતર, સેવા વિષયક બાબતો, જન કલ્યાણ યોજનાઓ વગેરેમાં નવીન અને અસરકારક અભિગમોના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાવેલા સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામને તેમના માર્ગદર્શનમાં આગળ ધપાવતા હવે ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ શરૂ કરવાની દિશા લીધી છે. વડાપ્રધાને રાષ્ટ્રની મહત્વપૂર્ણ વિકાસ અને જનહિત યોજનાઓના અમલીકરણમાં તજજ્ઞોના અનુભવ જ્ઞાનના સહયોગની શરૂ કરેલી નવતર પરંપરા ગુજરાતમાં આ ‘સી.એમ. ફેલોશીપ’માં પણ અપનાવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

રાજ્યના હોનહાર યુવાઓને એક વર્ષની આ ફેલોશીપથી રાજ્ય અને સમાજની સેવા માટે સક્રિય યોગદાન આપવાની તક ઉપલબ્ધ થવાની છે. ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’માં 60 કે તેથી વધુ ટકા સાથે સ્નાતક થયેલા અને 35 વર્ષથી ઓછી વયના ઉમેદવારોને તક અપાશે. રાજ્ય સરકાર આવા પસંદ થયેલા સી.એમ ફેલોને બે અઠવાડિયાની તાલીમ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં બે સપ્તાહ ફિલ્ડ ટ્રેનિંગ આપશે. આવા સી.એમ. ફેલો યુવાઓ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો અંતર્ગત પ્રોજેક્ટસ હાથ ધરવામાં આવશે. આ યુવાઓના ઇનોવેટિવ વિચારો, આગવું કૌશલ્ય તથા નવ યુવાઓની ઉર્જા-ચેતના સરકારના જનહિત કાર્યોમાં ઉપકારક બનશે.

સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે આગવી કુનેહ, કોઠાસૂઝ અને કુશાગ્ર વહીવટકર્તા તરીકે સ્વતંત્રતા બાદ રજવાડાઓનું વિલીનીકરણ કરી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. તેમણે સિવીલ સર્વિસીસ ક્ષેત્રને પણ આપણા પોતાના બંધારણને અનુરૂપ ઢાંચો અને ઓપ આપીને દેશમાં વહીવટી સુધારણાથી સુશાસન પ્રણાલી સ્થાપિત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે સરદાર સાહેબની જન્મજયંતીએ આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ની જાહેરાતથી સરદાર સાહેબનું યથોચિત ગૌરવ સન્માન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

શા માટે કોંગ્રેસ બનાવવા જઈ રહી છે પાટીદાર પ્રદેશ પ્રમુખ? KHAM નેતાઓનો અસ્ત જ ભાજપનું ગ્રહણ દુર કરશે

Kuldip Sheldaiya

‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ શું છે?

Vivek Radadiya

રાજસ્થાનના CM કરતાં અમીર છે ડેપ્યુટી CM દિયા કુમારી, જાણો કેટલી છે સંપત્તિ

Vivek Radadiya