ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યના કુલ 36માંથી 18 શહેરોમાં કર્ફ્યુ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વીરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરાનો સમાવેશ થાય છે. રાજ્યના કર્ફ્યુ સિવાયના તમામ વિસ્તારોમાં દુકાનદારો, મોલ, રેસ્ટોરન્ટ, પાર્લર સહિતની વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સીન ફરજિયાત લેવાની રહેશે.
વેક્સીનેશન નહિ લેનાર એકમોને બંધ કરવામાં આવશે તેમ CM વિજય રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ અપાયેલી છૂટછાટમાં લોકોએ કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરીને માસ્ક, સેનેટાઇઝ, સામાજિક અંતર અને મહત્તમ વેક્સીન કરાવવાનું રહેશે જેથી કોરોનાની ત્રીજી લહેરથી આપણે બચી શકીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…