Abhayam News
AbhayamNews

ભારતીય 21 વર્ષના વિદ્યાર્થીએ ઈન્સ્ટાગ્રામની મોટી ભૂલ શોધી, FB એ આપ્યા આટલા લાખ..

એક ભારતીય હેકરને ફેસબુકે 22 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું છે. મયૂર નામના એક ભારતીય ડેવલપરે ફેસબુકના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામમાં ગંભીર ભૂલ શોધી કાઢી. આ ભૂલના કારણે કોઇપણ ઈન્સ્ટાગ્રામ પર કોઇના પ્રાઇવેટ અકાઉન્ટને જોઇ શકતું હતું.

મહારાષ્ટ્રમાં રહેનારા મયૂરને ઈન્સ્ટાગ્રામમાં બગ શોધવાને લઇ ઇનામ મળ્યું. ઈન્સ્ટાગ્રામ પર જો તમારુ અકાઉન્ટ પ્રાઇવેટ હોય છે તો અન્ય કોઇ વ્યક્તિ તેને જોઇ શકે નહીં. પણ બગના કારણે કોઇપણ અંગત અકાઉન્ટ જોઇ શકતું હતું. આ વિશે મયૂરે ફેસબુકને જાણકારી આપી અને ફેસબુકે માન્યું કે ઈન્સ્ટાગ્રામમાં આ ભૂલ હતી. મયૂરની આ પહેલી બાઉન્ટી છે. આ પહેલા આ વિદ્યાર્થીએ સરકારની સાઇટ્સમાં ભૂલો જણાવી હતી. પણ સરકાર તેનું ઈનામ આપતી નથી.

મયૂરે આ ભૂલ વિશે 16 એપ્રિલના રોજ ફેસબુકને જાણ કરી હતી. ત્યાર પછી કંપનીએ 15 જૂન સુધી તેને પેચ કરી. સામાન્ય રીતે જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ ન આવી જાય ત્યાં સુધી બાઉન્ટ હંટર્સને કહેવામાં આવે છે કે તેને સીક્રેટ રાખવામાં આવે જેથી કોઇ તેનો ખોટો ફાયદો ન ઉઠાવી લે.

ઈન્સ્ટાગ્રામે તેની આ ભૂલ સુધારી લીધી છે અને મયૂરને ફેસબુક દ્વારા ઇમેલ મળ્યો છે. જેમાં ઇનામ વિશે જણાવવામાં આવ્યું છે. ઈમેલમાં લખ્યું છે, આ ઇશ્યૂને રિવ્યૂ કર્યા પછી અમે નક્કી કર્યું કે તમને 30 હજાર ડૉલરની બાઉન્ટી ઇનામ તરીકે આપવામાં આવશે. ફેસબુકે કહ્યું કે જે ઈશ્યૂ મયૂરે હાઇલાઇટ કર્યો છે અને ફેસબુકને રિપોર્ટ કર્યો છે તેના કારણે ખોટો ઈરાદો રાખનારા યૂઝર્સ ઈન્સ્ટાગ્રામ પર તેનો ફાયદો ઉઠાવી શકતા હતા. જોકે, તેના માટે એક ખાસ મીડિયા આઈડીની જરૂર રહે છે. કંપનીએ આ ભૂલને સુધારી લીધી છે.

indianexpress.com

આ ભૂલના કારણે કોઇ પ્રાઇવેટ અકાઉન્ટને ફોલો ન કર્યું હોય તો પણ યૂઝર્સ બીજા અકાઉન્ટને જોઇ શકતા હતા. તે અકાઉન્ટ્સની લાઇક, કમેન્ટ્સ, સેવ કાઉન્ટ્સ સુધી બધુ જોઇ શકાતું હતું. મયૂર અનુસાર તેણે 23 એપ્રિલે પણ અન્ય એડપોઇન્ટ્સનો ખુલાસો કર્યો હતો.

બગ બાઉન્ટી પ્રોગ્રામ મોટી કંપનીઓ રાખે છે. જેના હેઠળ આ કંપનીઓની વેબસાઇટ્સ કે બીજા પ્લેટફોર્મ પર ભૂલની રિપોર્ટ કરવાથી આ ઇનામ આપે છે. જેના માટે ખામી વિશે કંપનીને જણાવવાનું રહે છે અને તેની માહિતી આપવાની રહે છે. ત્યાર પછી કંપની નક્કી કરે છે કે આ ભૂલ કેટલી ગંભીર છે. બગની ગંભીરતા જોતા ઈનામની રકમ નક્કી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

રામ મંદિર માટે ખરીદેલી જમીનમાં કૌભાંડનો આરોપ:-10 મિનિટમાં 2 કરોડ થયા આટલા કરોડ..

Abhayam

એશિયાની સૌથી વધુ જીવનાર સિંહણનું બનાવાયુ સ્મારક

Vivek Radadiya

સુરત મહાનગર પાલિકાની તિજોરી પર થઇ કોરોનાની અસર….

Abhayam

1 comment

Comments are closed.