Abhayam News
AbhayamNews

સુરત :-આમ આદમી પાર્ટી ”વતનની વ્હારે” ..

વાવાઝોડાએ સમગ્ર ગુજરાતને ધરમોળી નાખ્યું છે. એક પ્રકારે સમગ્ર ગુજરાતમાં વિનાશ વેરી નાખ્યો છે. ખેડૂતોને અને દરિયાકાંઠે આવેલા ગામોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સૌરાષ્ટ્રવાસીઓને મદદ થવા માટે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ મદદ કરવા આગળ આવ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ 1000 અનાજની કિટો તૈયાર કરી છે. ઉના,જાફરાબાદ જેવા ગામોમાં અનેક લોકોએ પોતાના આશ્રય સ્થાનો પણ ગુમાવ્યા છે.તેમને મોકલી છે.

જીવનજરૂરી વસ્તુઓ મોકલાઈ.

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના કારણે લોકો પોતાની રોજીરોટીના સાધનો પણ ગુમાવ્યા છે. તો કેટલાક સ્થળે પોતાના આશ્રયસ્થાનો પણ ગુમાવ્યા છે. જેને કારણે હાલ જીવન કેવી રીતે જીવવું હોય તેના માટે મુશ્કેલ બની રહ્યું છે, અને ખેડૂત પરિવારો અત્યારે કોઈ પણ પ્રકારની આવકના સાધન ન હોવાથી ઘરનો ભરણ પોષણ કેવી રીતે કરવું તે પણ એક પ્રશ્ન સર્જાયો છે. એવા સમયે સુરત આમ આદમી પાર્ટી એકવાર પોતાના વતનના લોકોને મદદ કરવા માટે સેવાની શરૂઆત કરી છે.

જીવનજરૂરિયાતની વસ્લોતુઓ જેવી કે લોટ ,મગદાળ આખી ,ખીચડી મિક્સ (દાળ-ચોખા),તેલ,નમક,ચટણી,ધાણાજીરુ ની કીટ તૈયાર કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રને બેઠું કરવા પ્રયાસ ,વાવાઝોડા બાદ હવે જનજીવન ફરીથી પાટે ચડે તે માટે ખભે ખભા મિલાવીને કામ કરવાની જરૂરિયાત જણાઈ રહી છે.સુરતની આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર તરફ આર્થિક મદદની સાથે અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને 20થી 25 દિવસ સુધી પરિવારોને જમા ખાવાની તકલીફ ન રહે તેવી કીટ તૈયાર કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું

Vivek Radadiya

Dussehra Rally::શિવાજી પાર્કમાં દશેરા રેલી માટે ઉદ્ધવ જૂથને હાઈકોર્ટની મંજૂરી,શિંદે જૂથને ઝટકો વિવાદ વકર્યો

Archita Kakadiya

વિદેશ જવું છે? સરકાર પાસેથી મળી શકે છે આર્થિક મદદ

Vivek Radadiya

1 comment

Comments are closed.