Abhayam News
Abhayam

સાળંગપુરમાં આ તારીખથી શતામૃત મહોત્સવનું આયોજન

Shatamrit festival organized from this date in Salangpur

સાળંગપુરમાં આ તારીખથી શતામૃત મહોત્સવનું આયોજન કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું આયોજન કરાયું છે.  મંદિરમાં ગોપાલાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થતા 1 હજારથી વધુ વીઘા જમીનમાં શતામૃત મહોત્સવનું આયોજન કરાયુ છે.  આ શતામૃત 16 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન યોજાશે. આ અંગે શતામૃત સ્વામી સુખદેવ સ્વામીએ જણાવ્યું હતું કે  હનુમાન દાદાનો શતામૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ. 108 યજ્ઞકુંડનું આયોજન કર્યું છે. તેમજ 1 લાખ લોકો એક સાથે જમી શકે એવી ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

સાળંગપુરમાં આ તારીખથી શતામૃત મહોત્સવનું આયોજન

16થી 22 નવેમ્બર સુધી શતામૃત મહોત્સવનું આયોજન
વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 22 નવેમ્બર સુધી શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થવાનાં અવસરે સંતો દ્વારા 1 હજારથી વધુ વીઘા જમીનમાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. મહોત્સવ ગ્રાઉન્ડમાં દેશ-વિદેશનાં 15000 જેટલા સ્વયંસેવકોની અથાક સેવા આપશે.

૪૫ વીઘા જમીનમાં સાંસ્કૃતિક પ્રદર્શન યોજાશે

હનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શન યોજાશે.  45 વીઘા જમીનમાં સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 18 ડોમમાં જુદા જુદા પ્રદર્શન યોજાશે. પ્રદર્શનાં પ્રવેશ કરતા જ ભવ્ય પ્રવેશ દ્વારનાં દર્શન થશે. બંગાળી કારીગરો દ્વારા કલાકૃતિ કરીને બનાવાયું છે. મુખ્ય દ્વારથી અંદર પ્રવેશતા સૌ પહેલા શ્રી કષ્ટભંજન દેવ વંદનાં સર્કલમાં 10 ફૂટ ઊંચી હનામાનજીની મૂર્તિનાં દર્શન થશે.  પ્રદર્શનનાં જુદા-જુદા વિભાગોમાં સ્વામિનારાયણના ચરિત્ર સાથે દ્રશ્યમાન થતી લોક સંસ્કૃતિ, યુગો પુરાણી ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય આધાર સ્તંભ અને મંદિરોની ગાથા વર્ણવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ, નેચરલ ગુફાઓ, આર્ટ ગેલરી અને સેલ્ફી ઝોન, ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો, વિભિન્ન ફાઉન્ટેન અને તળાવ, નાના-નાના ભૂલકાઓ માટે ભવ્ય આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

10 વીઘાથી વધુ જગ્યામાં ભક્તોને જમવા માટે ભોજનાલયની વ્યવસ્થા
શતામૃત મહોત્સવમાં આવનાર લોકો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 10 વીઘાથી વધુ જગ્યામાં ભક્તોને જમવા માટે ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવશે. દરરોજ એક સાથે 1 લાખથી વધુ ભક્તો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મહોત્સવ ગ્રાઉન્ડની નજીક જ રસોડાની વ્યવસ્થા કરાઈ છે.  જનરલ વિભાગ, વીઆઈપી તેમજ વીવીઆઈપી વિભાગ બનાવવવામાં આવ્યા છે. રસોડા વિભાગમાં 10 હજારથી વધુ સ્વયં સેવકો ખડેપગે રહેશે.  તેમજ બે મીઠાઈ, બે ફરસાણ, બે શાક, દાળ-ભાત, રોટલી, સલાડ, છાશ પીરસાશે.  મહોત્સવ દરમ્યાન અંદાજે કુલ 40 લાખ જેટલા ભક્તોનાં ભોજનનો અંદાજ છે. 

હનુમાનજીના જીવન ચરિત્ર પર લેસર શો તૈયાર કરાયો
આ શતામૃત મહોત્સવમાં હનુમાનજીનાં જીવન ચરિત્ર પર ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો 15 થી 17 મિનીટ સુધીનો લાઈટ એન્ડ સાઉન્ડ શો. તેમજ 54 ફૂટની હનુમાનજી મહારાજની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર હનુમાનજીનાં જીવન ચરિત્ર પર અલગ અલગ એનિમેસન સાથે લેસર શો દ્વારા ઈફેક્ટ આપી આખો  એક શો તૈયાર કરાયો છે. હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાશે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં દર્શાવાશે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોનાં કામ કરે છે.  તે પણ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં બતાવાશે. 

પાર્કિંગમાં 9 ચેકપોસ્ટ બનાવી 
મહોત્સવમાં આવનાર કોઈને તકલીફ ન પડે તે માટે પાર્કીંગ વ્યવસ્થાનું પણ વ્યવસ્થિત આયોજન કરાયું છે.  250 વીઘામાં પાર્કિંગમાં વ્યવસ્થા કરાઈ છે. 30 હજારથી વધુ ફોર વ્હીલ અને ટુ વ્હીલ પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોની એન્ટ્રીની વ્યવસ્થા માટે બરવાળા, બોટાદ, લાઠીદળ, ગુંદા ગામ અને સાંચરિયા ગામ તરફથી આવતા લોકો માટે એન્ટ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પાર્કિગમાં 9 ચેક પોસ્ટ બનાવી છે. વીઆઈપી, વીવીઆઈપીનાં ત્રણ વિભાગ અને જનરલનાં 18 વિભાગ બનાવવામાં આવ્યા ચે. જ્યારે પાર્કિગની વ્યવસ્થા મેનેજ કરવા માટે 1800 સ્વયંસેવકો ખડેપગે રહેશે. 1200 સ્વયંસેવકો ટ્રાફિક અને પાર્કિંગ ડિપાર્ટમેન્ટ સંભાળશે અને 600 સ્વયંસેવકો મંદિર, ભોજનશાળા, યજ્ઞશાળા અને પ્રદર્શનમાં સિક્યોરિટી તરીકે ખડેપગે રહેશે.

મેડિકલ માટે 10 હજાર સ્ક્વેર ફૂટમાં બે વિશાળ ડોમ 
આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવનાર હોઈ મેડિકલ કેમ્પ પણ શરૂ કરવામાં આવશે. મેડિકલ માટે 10 હજાર સ્કવેર ફૂટમાં બે વિશાળ ડોમ બનાવવામાં આવશે. તેમજ 3 હાઈટેક આઈસીયુ બેડરૂમ, 10 બેડરૂમ કન્સલ્ટિંગ અને 15 બેડ બ્લડ ડોનેશન માટે તેમજ 10 દર્દીની ઓપીડી અને 30 દર્દીને એક સાથે સારવાર આપી શકાશે. મેડિકલ કેમ્પમાં 200 થી વધુ દરેક રોગનાં નિષ્ણાંત ર્ડાક્ટર 24 કલાક ખડેપગે રહેશે.

રહેઠાણની વ્યવસ્થા
રહેઠાણની વ્યવસ્થા માટે કુલ 60 વીઘા જમીનમાં ઉતારા બનાવાયા છે. તેમજ કુલ 700 ટેન્ટ બનાવાયા છે. દરેક ટેન્ટમાં 12 બેડ છે. કુલ 8400 ભક્તો આરામથી રહી શકશે. 

સભા મંડપ
સભા મંડપ માટે 300 ફૂટ X 600 ફૂટના મહાકાય ડોમ બનાવવામાં આવ્યો છે. સભા મંડપનું સ્ટેજ 90 ફૂટ X 30 ફૂટનું છે. તેમજ સભા મંડપ ફુલ એરકન્ડિશનિંગવાળું છે.  જેમાં 15,000થી વધુ ભક્તો આરામથી બેસી શકશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વધુ એક કંપનીએ લોન્ચ કર્યો IPO દાવ લગાવશો તો નફો થવાના પૂરેપૂરા ચાન્સ

Vivek Radadiya

સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટમાં જોડાયા

Vivek Radadiya

કોંગ્રેસના સાંસદના ત્યાં કાળો ખજાનો ઝડપાયો 

Vivek Radadiya