સૌરાષ્ટ્રમાંથી આવીને સુરત વસેલા કાઠિયાવાડીઓની કોઠાસૂઝ ગજબની છે. દુનિયાની રીતે ઓછું ભણેલા આ કાઠિયાવાડીઓ કોઈપણ આપત્તિનો આયોજનપૂર્વક સામનો કરવામાં માહેર છે. જ્યારે કોરોનાની બીજી લહેરે એપ્રિલના બીજા અઠવાડિયાથી પોતાનું ભયંકર રૂપ બતાવવાનું શરૂ કર્યું ત્યારે કોવિડનો ભોગ બનનાર લોકોના અમૂલ્ય જીવનને બચાવવા સુરતના શ્રેષ્ઠી શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ મહામારીનો સામનો કરવા આહવાન કર્યું.
ગુજરાન ચલાવતા સામાન્ય લોકોને કોરોના સામેની લડાઈમાં આર્થિક ફટકો ન પડે એટલે સારવાર, દવા અને ભોજન સહિતની તમામ પ્રકારની સેવા કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર આપવાનું નક્કી થયું.
સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના વતનમાં સેવા કાર્ય શરૂ કર્યું છે. તેમણે અમરેલીના લાઠીમાં લાલજીદાદાના વડલા નામની હોસ્પિટલમાં કોરોનાની વિનામુલ્યે સારવાર આપવામાં આવી રહી છે.
18 comments
Comments are closed.